કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

ટંકારામાં લતીપર ચોકડીએ સસરા-જમાઈ ઝઘડયાં: ઈજા

દીકરીને હોસ્ટેલમાં મુકવા જતા અકસ્માતમાં ઇજા

ટંકારા: લતીપર ચોકડીએ જમાઈ સાથે ઝઘડો થતા પગના પંજા ઉપર કાર ચડાવી દેતા તેમને ઈજા થયેલી હોય સારવારમાં લઇ જવામાં આવ્યા છે. બીજા બનાવમાં ઘુનડા (ખા) ના શખ્સને દીકરીને હોસ્ટેલમાં મુકવા જતા અકસ્માતમાં ઇજા થઇ હતી…

જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકામાં રહેતા દિનેશભાઈ દેવશીભાઈ વાંઝા નામના (ઉ.45) યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં તેઓએ જણાવ્યું હતું કે ટંકારાની લતીપર ચોકડીએ તેમના જમાઈ સાથે ઝઘડો થયો

હતો. જે દરમિયાન જમાઈ ગોપાલ રણછોડભાઈ ઝાપડાએ પગના પંજા ઉપર કાર ચડાવી દેતા તેમને ઈજા થયેલી હોય સારવારમાં લઇ જવામાં આવ્યા છે. હાલ આ બનાવ સંદર્ભે ટંકારા પોલીસને જાણ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.

બીજા બનાવમાં મૂળ લૂંટાવદર ગામના અને હાલમાં ટંકારા તાલુકાના ઘુનડા (ખા) ગામ ખાતે રહેતા અને મજૂરી કામ કરતા પ્રભુલાલ અરજણભાઈ વાઘેલા (ઉ.46) એ બાઈક નંબર જીજે 23 એએ 6237 ના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. માળિયા જામનગર હાઇવે રોડ ઉપર સરવડ ગામ પાસે આવેલ સરદારનગર નજીકથી તેઓ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના બાઈક ઉપર તેમની દીકરી પ્રાચી તથા ભત્રીજી સુમન સાથે બેઠેલા હતા અને આ સમય દરમિયાન આરોપીએ ફરિયાદીના

બાઇકની સાઈડ કાપીને અચાનક સરવડ ગામ બાજુ પોતાના બાઈકનો વણાંક વાળી લીધો હતો જેથી ફરિયાદીના બાઈક સાથે અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને તેમજ તેની દીકરી અને ભત્રીજીને પણ હાથે પગે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં મળતી વિગત પ્રમાણે તેઓની દીકરી પ્રાચી હાલમાં મોટી ગામે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે ત્યાં તેને મુકવા માટે જતા હતા અને તેમની ભત્રીજી સુમનને પણ આગામી વર્ષથી ત્યાં અભ્યાસ માટે મૂકવાની હોય તે ત્યાં હોસ્ટેલ અને શાળા જોવા તેઓની સાથે જતી હતી દરમ્યાન અકસ્માતનો બનાવ બન્યો છે જેમાં ત્રણેય વ્યક્તિઓને ઈજા થયેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!