માટેલ રોડ ઉપર અકસ્માતમાં પગના ભાગે ઇજા
રાજકોટ: ટંકારાના છત્તર ગામે આર્થિક સંકડામણથી કંટાળી બે દીકરીના પિતાએ ઝેરી દવા પીધી લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવેલ છે.
મળેલ માહિતી મુજબ પારસ ગિરધરભાઈ મકવાણા (ઉંમર વર્ષ 35) આજે વહેલી સવારે 4. 30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લેતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો.
જાણવા મળ્યા મુજબ પારસ ત્રણ ભાઈમાં વચેટ છે. તેને સંતાનમાં 2 દીકરી છે. પારસ મજૂરી કામ કરે છે. આર્થિક સંકડામણ હોવાથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું અનુમાન છે. હાલ તે સારવાર હેઠળ છે. પોલીસે નિવેદન લેવા તજવીજ કરી હતી.
માટેલ રોડ ઉપર અકસ્માતમાં પગના ભાગે ઇજા
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે માટેલ રોડ ઉપર થયેલા વાહન અકસ્માતમાં પગના ભાગે ઇજા થવાથી રામબિહારી સુરજનાથ ચૌધરી (ઉ 38) રહે.રેસી સેનેટરી માટેલ રોડ નામના યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો…
