નિયમોને નેવે મૂકીને બાપનું નામ બદલનાર વાંકાનેરની ખાનગી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ
વાંકાનેરમાં આવેલ ઇંગ્લીશ મીડીયમની સ્કૂલમાં બાળકના લિવિંગ સર્ટીમાં ગોટાળા કરવામાં આવ્યા છે તેવી માહિતિ પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેથી કરીને શિક્ષણ વિભાગ દ્વારા શાળાના સંચાલકની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે


મીડિયા અહેવાલો મુજબ વાંકાનેરમાં આવેલ કીઝલેન્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના જનરલ રજીસ્ટર નંબર ૩૮૬ પર તુલસીયાણી જેનીશ અશોકભાઈના નામે ધોરણ સાતમાં પ્રવેશ આપેલ છે તે હકીકતમાં આ બાળક નિર્મલા ફોન્મેન્ટ સ્કૂલના જનરલ રજીસ્ટર નંબર ૨૬૭૧ પર મીંડા જેનિસ વિકાસભાઈના નામે નોંધાયેલ છે 

આ બાળકનું ધોરણ સાતનું અભ્યાસ ચાલુનું લવિંગ સર્ટી ૧/૭/૨૨ ના રોજ બાળકની માતા સુનિતાબેનને કઢાવ્યું હતું અને કિઝલેન્ડ સ્કૂલના ટ્રસ્ટી મેહુલ શાહના જણાવ્યા મુજબ સુનિતાબેન તેઓની શાળામાં આવેલા અને કહ્યું હતું કે મારા પતિ સાથે અણબનાવ હોય તમામ ઓરીજનલ આધાર પુરાવા એમની પાસે છે

એટલે વિદ્યાર્થીનું નામ મીંડા જેનિસ વિકાસભાઈના બદલે તુલસીયાણી જેનીશ અશોકભાઈના નામથી ધોરણ સાતમાં દાખલ કરેલ છે સમગ્ર શિક્ષા અભિયાનના પોર્ટલ પર તપાસ કરતા તેમાં પણ મીંડા જેનીશ વિકાસભાઈ જ નામ છે અને કિઝલેન્ડ દ્વારા બાળકનું ધોરણ આઠ પાસનું લિવિંગ સર્ટી તા. ૭/૬/૨૩ ના રોજ

તુલસીયાણી જેનીશ અશોકભાઈના નામથી કાઢી આપેલ છે તેમજ આ જ સ્કૂલમાં આ જ બાળકનું બીજું લિવિંગ સર્ટી મીંડા જેનીશ વિકાસભાઈના નામથી કાઢેલ છે આમ કિઝલેન્ડ સ્કૂલ દ્વારા નિયમોને નેવે મૂકીને વિદ્યાર્થીના નામમાં ફેરફાર કેમ કરેલ છે ? વિગેરે

બાબતોની તપાસ માટે મોરબીમાં રહેતા તુલસીયાણી અશોકભાઈ કિશનચંદે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં અરજી કરી હતી જેથી કરીને તપાસ કમિટીને તપાસ આપવામાં આવી હતી અને તેના અહેવાલ મુજબ કિઝલેન્ડ સ્કૂલમાં વિદ્યાર્થીના લિવિંગ સર્ટીમાં ગોટાળા થયા હોવાનું ખુલ્યું છે જેથી શાળાના સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો



