પરીક્ષા અંગે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘએ લખ્યો પત્ર
મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર વિગેરેની આજદિન સુધી ખાતાકીય પરીક્ષા લેવામાં આવતી ન હતી
ગાંધીનગર: સંલગ્ન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ખાતાકીય પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે. આ અંગે રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ અને મંત્રીઓને લેખિત રજૂઆત કરવામા આવી છે. સાથે જ તેઓએ માંગણી ન સંતોષાય તો ગાંધીનગરમાં ધરણાં કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘએ પત્રમાં જણાવ્યું છે કે મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર વિગેરેની આજદિન સુધી ખાતાકીય પરીક્ષા લેવામાં આવતી ન હતી.તેમજ ખાતાકીય તાલીમ અને અનુભવના આધારે પ્રમોશન આપવામાં આવતા હતા.
ખાતાકીય પરીક્ષા રદ કરાય અથવા વિષયને દર્શિત કેડરને ખાતાકીય પરીક્ષા લેવામાં આવે તો તે પણ તેઓ આપવા તૈયાર હોવાનું જણાવ્યું છે. અને આ બાબતે અગાઉ રજૂઆત કરવા છતા તેની કોઇ નોંધ લેવામાં આવી નથી.