ટંકારા: તાલુકાના નાના ખીજડીયા ગામે એક શખ્સને માર મારતા- મારી નાખવાની બીક લાગતા જાતે ફિનાઈલ પી લીધાનો બનાવ બનેલ છે. બનાવ પાછળ આજથી આશરે બે મહિના પહેલા આરોપી હિમેશના મામા ઉપર મોરબીમાં કેસ થયેલ હોય જે કેસ ફરિયાદીએ કરાવેલ છે તેવી શંકા કારણભૂત હોવાનું ફરિયાદમાં લખાવેલ છે….
જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના ભરતભાઈ મનસુખભાઈ ગોહિલ (ઉ.વ.૨૪)એ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૨૩/૦૩/૨૦૨૫ ના રોજ સાંજના હું ગામમાં કાનજીભાઇ બોરીચાની દુકાને દુધ છાસ લઇને પાછો વળતો હતો ત્યારે અમારા ગામના હીમેશ નરોતમભાઇ ચૌહાણે બોલાવતા તેની પાસે જતા મને હીમેશ મારો કાંઠલો પકડી ઝપાજપી કરવા લાગેલ. આ વખતે તેના કૌટુંબિક ભાઇ હિરેન પરસોતમભાઈ ચૌહાણ અને ગૌરવ આલજીભાઇ ચૌહાણ ત્યાં આવી ગયેલ અને તેઓ પણ મને ઢીકાપાટુ મારવા લાગેલ. મને પછાડી દીધેલ. દેકારો થતા કોઇએ આ હિમેશના ઘરે જાણ કરતા દસ પંદર મીનીટ પછી હિમેશના પિતા નરોતમભાઇ વાધજીભાઇ તથા તેની માતા ગૌરીબેન નરોતમભાઈ પણ આવી ગયેલ, તેઓ બન્ને પણ ગાળો આપી ઝપાજપી કરી ઢીકાપાટુ વતી મારમારી અને તેમાંથી કોઇએ
મારા ડાબા પગમાં કાંઇક મારેલ જેથી મને મુંઢ ઇજા થયેલ આ દેકારો થતા મારા પત્ની રાધાબેન મને છોડાવવા આવતા હિંમેશના માતા ગૌરીબેને મારી પત્નીના વાળ ખેંચી પછાડી દીધેલ આ દરમ્યાન મારી માતા ગૌરીબેન મનસુખભાઇ, મારા કાકા પ્રવિણભાઇ દાનાભાઇ તથા દિનેશભાઇ બાવજીભાઇ એમ વિગેરે આવી જતા મને છોડાવેલ અને હું ત્યાંથી ભાગવા જતા મારા કપડા ફાટી ગયેલ. હું ભાગીને મારા ઘરે જતો રહેલ અને મારી પાછળ મારી પત્ની તથા મારી માતા પણ આવેલ. અને આ લોકો મને મારી નાખશે તેવી બીક લાગતા હું બીકના કારણે ઘરે આવી ફિનાઇલ મારી મેળે પી ગયેલ અને ત્યાર પછી મે ૧૦૮ માં ફોન કરેલ જેમાં પ્રથમ ટંકારા સરકારી દવાખાને અને પછી વધુ સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પીટલ રીફર કરેલ છે. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…