પત્રકારો સામેના ગેરવર્તનના ઘેરા પડઘા
વાંકાનેર આરસીએચ હોસ્પિટલ અને આંખની હોસ્પિટલનો PMJAY માં સમાવેશ
વાંકાનેર: PMJAY યોજના હેઠળ હાલ મોરબી જિલ્લામાં ૩ સરકારી અને 5 ખાનગી હોસ્પિટલ નોંધાયેલી છે. આ હોસ્પિટલોમાં છેલ્લા 20 મહિનામાં 46 કરોડથી વધુની કિંમતના ક્લેમ થયા છે. મહત્ત્વની વાત એ છે કે 46 કરોડમાંથી 40 કરોડ કરતાં વધુ રકમની ચૂકવણી ખાનગી હોસ્પિટલોમાં થઈ છે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં માત્ર સવા 3 કરોડ જેટલી રકમના ક્લેમ થયા છે….સંચાલકોને ભાંડો ફૂટવાનો લાગ્યો ડર
જીએસટીવીનો અહેવાલ જણાવે છે કે સૌથી વધુ ક્લેમ અને ચુકવણી મોરબીની આયુષ હોસ્પિટલમાં થઈ છે. આયુષ હોસ્પિટલમાં છેલ્લા 20 મહિનામાં 11 હજાર 393 ક્લેમ થયા છે. આ બાબતે પત્રકારો જ્યારે હોસ્પિટલ પાસે તપાસ કરવા પહોંચ્યા તો હોસ્પિટલ સંચાલકો રસ્તા ઉતરી આવી જાહેરમાં ગાળો ભાંડી હતી. હોસ્પિટલ સંચાલકોની આવા વર્તનથી સામાન્ય લોકોમાં પણ ચર્ચા થઈ રહી છે કે, શું હોસ્પિટલ સંચાલકોએ ખરેખર ગેરરીતિ આચરી છે? પોતાનો ભાંડો ફૂટી જવાના ડરથી પત્રકારો સામે જાહેરમાં આવું ગેરવર્તન કરી રહ્યાં છે? મીડિયા કર્મીઓને પણ ધમકી આપવામાં આવી રહી છે. કવરેજ કરતા કર્મીઓ સાથે માથાકૂટ કરીને પોતાના કૌભાંડને દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે? હાજર લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે આ બાબતે સરકાર જાગૃત થઈને રાજ્યમાં વહેલી તકે આવા મેડિકલ માફિયાઓ સામે નક્કર પગલાં ભરીને આકરી સજા કરે મોરબી જિલ્લામાં છેલ્લા 20 મહિના દરમિયાન થયેલા ક્લેમ જોઈએ તો 8 હોસ્પિટલમાં 20,297 જેટલા કલેમ થયા હતા. જેમાંથી 14057 જેટલા ક્લેમ પાસ થઇ ચુક્યા છે. જયારે 6.100 જેટલા કલેમ પાસ થવાના બાકી છે. PMJAY યોજના હેઠળ કુલ 46 કરોડ 40 લાખ રૂપિયાના ક્લેમ થયા છે. જેમાંથી સરકાર દ્વારા 40 કરોડ 55 લાખ જેટલી રકમની ચુકવણી કરવામા આવી છે.5 ખાનગી હોસ્પિટલને 37 કરોડ 24 લાખ જેટલી રકમ ચુકવી
સરકાર દ્વારા ચૂકવણી થયેલા 40.55 કરોડ રૂપિયામાંથી સરકારી હોસ્પિટલમાં માત્ર 3 કરોડ 31 લાખ જેટલી રકમ ચૂકવી છે. જયારે 5 ખાનગી હોસ્પિટલને 37 કરોડ 24 લાખ જેટલી રકમ ચુકવણી કરવા આવી છે. જણાવી દઈએ કે સૌથી વધુ ક્લેમ અને ચુકવણી મોરબીની આયુષ હોસ્પિટલમાં થઈ છે. આયુષ હોસ્પિટલમાં છેલ્લા 20 મહિનામાં 11 હજાર 393 ક્લેમ થયા છે….૩ સરકારી અને 5 ખાનગી હોસ્પિટલ નોંધાયેલી છે
હાલ મોરબી જિલ્લામાં PMJAY યોજના હેઠળ ૩ સરકારી અને 5 ખાનગી હોસ્પિટલ નોંધાયેલી છે. જેમાં સિવિલ હોસ્પિટલ, હળવદ આરસીએચ હોસ્પિટલ તેમજ વાંકાનેર આરસીએચ હોસ્પિટલનો સમાવેશ થાય છે. જ્યારે ખાનગી હોસ્પિટલની વાત કરીએ તો વેદાંત ચિલ્ડ્રન હોસ્પિટલ, ક્રિશ્ના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, આયુષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, જયાબેન રમેશભાઈ હોસ્પિટલ, સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કે. એન વોરા હોસ્પિટલનો સમાવેશ થાય છે. (વેબ સાઈટ પર યાદીમાં એન આર દોશી હોસ્પિટલનું પણ નામ સામેલ છે)…