વાંકાનેરના લાકડધાર ગામ પાસેના બ્રાવેટો ગ્રેનાઇટો નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા બે યુવાનો મજાક મસ્તી કરતા હતા, ત્યારે બંને નીચે ખાબક્યા હતા.
જાણવા મળ્યા મુજબ લાકડધરના આ કારખાનામાં વરસાદી માહોલમાં ભીની સીડીના લીધે બંને નીચે પટકાયા હતા અને બંનેને સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા જે પૈકી એકને રાજકોટ ખસેડાયો છે.
બબલુભાઈ જગદીશભાઈ (ઉમર 25) અને નીરજ વિજયભાઈ ડામોર (ઉમર 19) બંનેને ઇજા પહોંચતા નીરજ ડામોરને આવેલ મોરબીમાં શિવમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો,
જ્યારે બબલુભાઈ જગદીશભાઈને વધુ ઈજા થયેલ હોય હાલ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું એ ડિવિઝન હરેશભાઈ ચાવડાએ જણાવેલ છે બંને યુવાનો મજાક મસ્તી કરતા હતા, ત્યારે બંને નીચે પડયા હતાં.