ટંકારા: અગાઉ ફેન્સીંગ (તારની વાડ) કરેલ હોય જે બાબતે બોલાચાલી થયેલ જે બાબતે એક બીજાની મદદગારી કરી માર મારવાની કુલ પાંચ સામે ગણેશપરના ખેડૂતે ફરિયાદ કરી છે….
જાણવા મળ્યા મુજબ ગણેશપરના બળવંતભાઇ દેવજીભાઇ દેવડા (ઉ.વ.૪૮) ફરીયાદ કરેલ છે કે આજથી આશરે બે વર્ષ અગાઉ અમારા ગામમાં આવેલ પંચાયતની જમીન પર ગામના ધર્મેશભાઇ મુળજીભાઈ ભાગીયા તથા મુળજીભાઈ હિરાભાઇ ભાગીયાએ ફેન્સીંગ (તારની વાડ) કરેલ હોય જે બાબતે બોલાચાલી થયેલ..
તા.૧૬/૦૩/૨૦૨૫ ના હું હિરાપરના કાચા રસ્તા પાસે આવેલ મારા ખેતરથી મારૂ સ્પલેન્ડર મો .સા. નંબર-GJ-03-FM-7456 નું લઇ ઘરે આવતા ગામના પાદર પાસે પહોંચેલ, જે દરમ્યાન ગામના ધર્મેશભાઈ મુળજીભાઈ ભાગીયા તેઓનું મો.સા. લઇ મારા મો.સા. સામે રોડ પર ઉભુ રાખી દિધેલ અને ત્યાં ધર્મેશના પિતા મુળજીભાઇ તથા મનસુખભાઇ ભગવાનજીભાઈ ભાગીયાનાઓ તેઓના હાથમાં લાકડીઓ લઈ
ત્યાં આવેલ અને ગાળો આપતા હોઈ ના પાડતા ઢીકા-પાટુ તથા લાકડીઓથી માર મારવા લાગેલ, જે દરમ્યાન અમારા ગામના રમેશભાઈ પોપટભાઈ ભાગીયા ત્યાં આવી ગયેલ અને વચ્ચે પડીને મને છોડાવેલ, જે દરમ્યાન ચુનીલાલ ત્રીભોવનભાઈ ભાગીયા તથા પ્રફુલભાઈ અમરશીભાઇ ભાગીયા પણ ત્યાં આવી ઢીકા-પાટુનો માર મારવા લાગેલ અને જાનથી મારી નાખવાનું ધમકી આપેલ. ૧૦૮ એમ્બ્યુલન્સમાં ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે અને પછી વધુ સારવાર અર્થે મોરબી ખાતે આવેલ છે, પોલીસ ખાતાએ ફરિયાદ નોંધેલ છે…