દર ગુરુવારે વાંકાનેરથી (સાંજે 5:45) અજમેર (સવારે 4:25) પહોંચશે
દર રવિવારે અજમેરથી બપોરે (3:50) વાંકાનેર (રાત્રે 3:10) આવશે
રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજા ફેસ્ટિવલ સીઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ-બરૌની વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન સં. 09569/09570 રાજકોટ-બરૌની-રાજકોટ (સાપ્તાહિક) સ્પેશિયલ (18 ફેરા) ટ્રેન સંખ્યા 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ તારીખ 02 ઓક્ટોબર, 2025 થી 27 નવેમ્બર, 2025 સુધી દર ગુરુવારે રાજકોટથી 17:00 (સાંજે 5:00) વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 05:00 (સવારે 5:00) વાગ્યે બરૌની પહોંચશે.
એ જ રીતે, ટ્રેન સંખ્યા 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ તારીખ 04 ઓક્ટોબર, 2025 થી 29 નવેમ્બર, 2025 સુધી દર શનિવારે બરૌનીથી 14:40 (બપોરે 2:40) વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 04:40 (સવારે 4:40) વાગ્યે રાજકોટ પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન વાંકાનેર, સુરેન્દ્રનગર, ચાંદલોડિયા-ઇ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, ભરતપુર, ઇદગાહ, ટૂંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર, સોનપુર, હાજીપુર અને શાહપુર પટોરી સ્ટેશનો પર ઊભી રહેશે.
આ ટ્રેનમાં એસી 2-ટિયર અને એસી 3-ટિયર શ્રેણીના કોચ રહેશે.ટ્રેન સંખ્યા 09569નું બુકિંગ તારીખ 28 સપ્ટેમ્બર, 2025 થી મુસાફર આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી (IRCTC) ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને જોઈ શકે છે.
