કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જોધપરમાં રસ્તા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી

વાડીના રસ્તા બાબતે કોર્ટ કેસ ચાલુ હોવા છતાં રસ્તા ઉપર પથ્થર નાખી બંધ કરવા અને ખુલ્લો કરવા મામલે ઝઘડો થયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામે વાડીના રસ્તા બાબતે કોર્ટ કેસ ચાલુ હોવા છતાં આ રસ્તા ઉપર પથ્થર નાખી રસ્તો બંધ કરવા મામલે તેમજ ખુલ્લો કરવા મામલે બે પરિવારો વચ્ચે મારામારી થતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

વાડીના હલણના રસ્તા બાબતે થયેલ ઝઘડામાં પ્રથમ ફરિયાદમાં જરીનાબેન સલીમભાઈ શેરસિયાએ આરોપી મુમતાજબેન, આરીફભાઈ, મામદભાઈ, હસીનાબેન મામદભાઈ, મામદહુસેન રહેમાનભાઈ, સૈફુદીન અબ્દુલભાઇ અને અબ્દુલભાઇ નૂરમામદભાઈ વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પથ્થર નાખતા હોય જેથી પથ્થર નાખવાની ના પાડતા ઝપાઝપી કરી ગાળો આપી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામાપક્ષે મુમતાજબેન આરીફભાઈ શેરસીયાએ ઝરીનાબેન, રિમતબેન, સલીમ આહમદભાઈ શેરસિયા, અબ્દુલભાઈનો છોકરો, રફીકભાઈ આહમદભાઈ શેરસિયા, રફીકભાઈનો દીકરો તેમજ ટ્રેકટર નંબર જીજે – 03 – K – 7817ના ચાલક વિરુદ્ધ રસ્તા ઉપર ગોઠવેલા પથ્થર તોડી નાખી નુકશાન પહોંચાડી ગાળો આપવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!