કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

અમરસરમાં ભરવાડોના બે જૂથો વચ્ચે મારામારી: 21 આરોપી

અમરસરમાં ભરવાડોના બે જૂથો વચ્ચે મારામારી: 21 આરોપી

બજારમાં ઉભેલી ભેંસો ઝઘડાનું કારણ

વાંકાનેર: તાલુકાના અમરસર ગામે ભરવાડોના બે જૂથો વચ્ચે મારામારીમાં કુલ એક જૂથના 11 અને સામેના જૂથના 10- એમ કુલ 21 જણા સામે ફરિયાદ થઇ છે, બનાવ આજથી બે– અઢી વર્ષ પહેલા ભેસો ખેતરમાં આવીને નુકશાન કરેલ અને બોલચાલીનો વ્યવહાર ન હોય અને ભેસ સાથે ગાડી અડી જતા જે બાબતે ગાળાગાળી થતા મારામારીનો બનાવ બનેલ છે…

જાણવા મળ્યા મુજબ ડ્રાઇવીગનો ધંધો કરતા અમરસરના વીપુલભાઇ વિભાભાઇ ફાગલીયા જાતે ભરવાડ (ઉ.વ.૨૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે અમો બે ભાઇ અને એક બહેન છીએ જેમા સૌથી મોટો વિક્રમ, પછીનો હુ અને સૌથી નાની બહેન મીતુ અને માતાનુ નામ અવીબેન છે. તા.૨૫/૦૪/૨૦૨૫૨૦૨૫ના રોજ સવારના હુ મારી સ્વીફટ ગાડી લઇને ઘરેથી મોરબી જવા માટે નીકળેલ હતો અને અમારા ગામની બજારમા મારા ઘરથી આગળ ભાયાભાઇ ઝાલાભાઇ ગમારાના ઘર પાસે તેના માલઢોર બજાર વચ્ચે ઉભેલ હોય જેથી મે આ ભાયાભાઈને કહેલ કે ‘તમારા માલઢોર રોજ બજાર વચ્ચે ઉભેલ હોય છે. તેને તમો ઘરમા રાખો અહીયા બજારમા ચાલવામા મને નળે છે.’ તેમ કહેતા ભાયાભાઇ મને કહેલ કે ‘માલઢોર તો બજારમા જ રહેશે તારાથી થાય તે કરી લે’ તેમ કહી મને ગાળો દેવા લાગેલ અને મે તેને ગાળોદેવાની ના પાડતા તેના હાથમા રહેલ લાડકી વડે મને માથામા માર મારેલ અને ત્યા ભાયાભાઇના દીકરા મહીપાલ તથા સુનીલ હાથમા લાકડી લઇ બહાર આવેલ અને ત્યા મારા પિતાજી વિભાભાઇ પણ ત્યા આવી ગયેલ અને આ બન્ને જણા મારી સાથે તથા મારા પિતાજી સાથે બોલાચાલી કરી લાકડી વતી મુઢ માર મારેલ તેમજ થોડીવારમાં ત્યા તેના સંબંધી ઝાલાભાઈ ઉકાભાઇ ગમારા, ગોવીદભાઇ ઝાલાભાઇ ગમારા, પરબતભાઈ ઝાલાભાઇ ગમારા તથા હીન્દુભાઇ ધોધાભાઇ ગમારા એમ ચારેય જણા તેના હાથમા લાકડીઓ લઇ ત્યાં આવેલ અને માર મારવા લાગેલ જેમા મારા પિતાનુ અને મારુ માથુ ફુટી ગયેલ. ત્યાં થોડીવાર તેના સંબંધી ભીખુભાઈ ઝાલાભાઇ ગમારા પાઇપ તથા દેવાભાઇ ચકુભાઇ ગમારા લાકડી લઇ આવેલ તેને પણ અમો બન્નેને લાકડી પાઇપ વતી ધા કરી ઇજા કરેલ ત્યાં રાજુબેન ભીખુભાઇ તથા મોધીબેન ભાયાભાઈ પણ ઘરની બહાર આવી જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને ત્યાં અમારા પરીવારના સભ્યો દશરથભાઈ ભગાભાઈ આવી ગયેલ અને વધુ મારથી બચાવેલ હતા અને હુ તથા મારા પિતા બન્ને ૧૦૮ માં દશરથભાઇ સાથે વાંકાનેર સરકારી દવાખાને ગયેલ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલમા સારવારમાં આવેલ તો મારી સાથે મારામારી ઝગડો કરનાર અગિયારેય ઈસમ વિરૂધ્ધ ધોરણસર થવા મારી ફરીયાદ છે….

સામા પક્ષે માલઢોરનો ધંધો કરતા અમરસરના મહીપાલભાઇ ભાયાભાઇ ગમારા ભરવાડ (ઉવ.૨૧) એ ફરીયાદમાં લખાવેલ છે કે અમો બે ભાઇઓ- જેમા સૌથી મોટો હુ અને મારાથી નાનો સુનીલભાઇ અને ત્રણ બહેનો છે જેમાં બે બહેનો સાસરે છે અને એક બહેન હેતલ જે અમારે ઘરે છે અને મારી મમ્મીનુ નામ મોઘીબેન છે આજરોજ તા.૨૫/૦૪/૨૦૨૫ ના રોજ સવારના હુ અમારે ઘરની ભેસો બહાર કાઢતો હોય અને મારા પિતા જેઓ આ ભેસોનુ દુધ કેનમાં ભરતા હોય આ વખતે ડેલા પાસે શેરીમાં આ મારી ભેસો બહાર આવતા ત્યાથી અમારા ગામનો વિપુલભાઇ વિભાભાઇ ફાંગલીયા તેની સ્વીફટ કાર લઇને નીકળેલ, તેની ગાડી અમારી ભેંસો સાથે અડી જતા મે તેને કહેલ કે ‘જોઇને હાક’ તેમ કહેતાઆ વિપુલભાઇ ફાગલીયા મને ગાળો બોલેલ- ના પાડતા અમારે ઝગડો બોલાચાલી થતા આ વખતે તેના પિતા વિભાભાઇ વેલાભાઇ ફાંગલીયા, ભગવાનજીભાઇ મચ્છાભાઇ ફાંગલીયા, સુરેશભાઈ મચ્છાભાઇ ફાંગલીયા એમ ચાર જણા આવેલ જેમા વિપુલ પાસે કુંડલી વાળી લાકડી તથા વિભાભાઈ પાસે લોખંડનો પાઇપ અને ભગવાનજીભાઈ તથા સુરેશભાઈ જેઓ પાસે લાકડીઓ હતી આ ચારેય જણાએ મારા પિતા પર આડેધડ ઘા કરેલ અને જેથી તેઓ નીચે પડી ગયેલ અને હુ, મારા કાકા ભીખુભાઇ ઝાલા તથા મારો નાનો ભાઈ સુનીલભાઇ દોડીને આ લોકો મારતા હોય જેથી વચ્ચે પડી મારા પિતાને વધુ માર મારતા બચાવેલ હતા અને દેકારો થતા મારી માં મોધીબેન, કાકી ભાનુબેન ગોવિદભાઇ તથા કાકી મજુબેન નવઘણભાઇ વિગેરે આવી જતા આ ચારેય જણા પોતાના હથીયારો સાથે ત્યાથી જતા રહેલ, મારા કાકા હીન્દુભાઇ ઘોઘાભાઇએ મોટર સાયકલમાં સારવારમા લઇ ગયેલ અને થોડીવાર ફરીથી આ અમારા ઘર પાસે શેરીમા વિક્રમભાઈ વિભાભાઈ ફાંગલીયા, દશરથભાઈ ભગવાનજી ફાંગલીયા, પ્રકાશભાઈ ભગવાનજીભાઈ ફાંગલીયા અને સંજયભાઈ ભગવાનજીભાઈ ફાંગલીયા આ ચારેય જણાઓ લાકડીઓ લઈને આવી મારા પર ઘા કરતા મારા મારા માં મોઘીબેન, બન્ને કાકીઓ ભાનુબેન તથા મંજુબેન વચ્ચે પડતા તેઓને આ લોકોએ લાકડીઓ વતી હાથે પગે મુંઢમાર મારતા હોય જેથી હું, મારો ભાઈ સુનીલ અને મારા કાકા ભીખુભાઈ ઝાલા વિગેરે વચ્ચે પડતા આ લોકો ગાળો બોલતા બોલતા જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને ત્યાં મારા કાકા ભીખુભાઇનુ મોટર સાયકલ પડેલ હોય તેના પર લાકડીઓના ઘા કરી નુકશાન કરેલ અને મકાનની બારીમાં પણ ઘા કરી નુકશાન કરી જતા રહેલ હોય આ પછી ત્યાં પબાભાઈ મચ્છાભાઇ ફાંગલીયા તથા કાનાભાઈ પબાભાઇ ફાંગલીયા જે શેરીમા આવી અમોને જેમા ફાવે તેમ ગાળો બોલીને જતા રહેલ, મારા બન્ને કાકીઓ અને મારી માં ને મુંઢમાર મારેલ હોય સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પીટલમા અને પછી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયેલ હોય અને મારા પિતાને ખંભાના ભાગે ફેકચર જેવી ઇજા કરેલ હોય જેથી વધુ સારવાર માટે વાંકાનેર ખાનગી હોસ્પીટલમા દાખલ કરેલ છે મને આ મારામારી મા કોઇ ઇજા થયેલ નથી તો આ તમામ સામે ધોરણસર થવા ફરીયાદ છે…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!