કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

માટી નાખવા બાબતે ભરવાડના બે જૂથો વચ્ચે મારામારી

માટી નાખવા બાબતે ભરવાડના બે જૂથો વચ્ચે મારામારી

વાંકાનેર: ડમ્પરથી અમરસર ગામેથી માટી ભરીને તીથવા ગામે ખેડુતના ખેતરમાં ફરિયાદી નાખતો હોય અને સામેવાળા પણ માટીમાં ડમ્પર ચલાવતા હોય જેથી તીથવા ગામે માટી નાખવા જવાની ના પાડતા ભરવાડના બે જૂથો વચ્ચે મારામારી થઇ હતી…

જાણવા મળ્યા મુજબ ડ્રાઇવિંગ કરતા તીથવાના સહદેવભાઇ સાદુરભાઈ ફાંગલીયા જાતે. ભરવાડ (ઉ.વ.૩૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે અમે શૈલેષભાઇ, હું, નિકુલભાઈ, કમલેશભાઇ અને વિજયભાઇ એમ પાંચ ભાઇઓ છીએ, મારો ભાઈ કમલેશભાઈ ડમ્પર તથા ટ્રેક્ટર કપચીમા ચલાવે છે. તા.૧૬/૦૪/૨૦૨૫ ના વહેલી સવારના હુ અમારા ધરે સુતો હતો ત્યારે મારા ભાઈ કમલેશભાઇનો ફોન આવેલ કે ‘ભરતભાઇ હિરાભાઈ બાંભવા તથા તેના ભાઇઓ મને મારે છે’ જેથી હુ તથા મારો ભાઈ નિકુલભાઈ બન્ને અમારી બલેનો ગાડી લઇને તીથવા ગામ પેટ્રોલ પંપ પાસે ગયેલ તો ત્યા ભરતભાઈ, મોનાભાઈ, છગનભાઇ તથા એક અજાણ્યો માણસ મારા ભાઈ કમલેશભાઇને મારતા હતા, ભરતભાઇના હાથમા પાઇપ હતો અને મોનાભાઇ તથા છગનભાઈ તથા અજાણ્યા ભાઇના હાથમા ધોકા હતા. ભરતભાઈને મે કહેલ કે ‘કેમ મારા ભાઈ કમલેશને મારો છો?’ આથી ભરતભાઇ ઉશ્કેરાઇને ગાળો બોલવા લાગેલ અને મને મોનાભાઈ તથા છગનભાઇએ માથામાં- વાંસામાં ધોકા મારેલ. નિકુલભાઇને પણ આ બધા આડેધડ મારવા લાગેલ અને ત્યા બીજા માણસો આવતા આ ચારેય જતા રહેલ ત્યા મારા ભાભી પંચીબેન, શૈલેષભાઇ, ટીડાભાઇ તથા બીજા અમારા ગામના આવી ગયેલ. ૧૦૮ માં સરકારી હોસ્પિટલ લઇ ગયેલ ત્યાથી અમને ત્રણેયને સારવાર માટે રીફર કરતા રાજકોટ સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ. પોલીસ ખાતાએ ત્રણ સામે ફરિયાદ દાખલ કરેલ છે…

સામા પક્ષે વાંકાનેર મહાવીરનગર સોસાયટી વડીયા વાડીમાં રહેતા અને કન્ટ્રકશનનો ધંધો કરતા ભરતભાઇ હીરાભાઇ બાંભવા જાતે. ભરવાડ (ઉવ.૩૬) એ ફરીયાદમાં લખાવેલ છે કે મોરમના ડમ્પરથી ફેરા કરી ગુજરાન ચલાવુ છુ અમે સાત ભાઇ તથા એક બહેન છે જેમા સૌથી મોટા મોનાભાઇ, રતાભાઈ, બચુભાઈ, માત્રાભાઇ, છગનભાઇ, પરબતભાઈ અને નાનો હું છુ; ગઈ કાલ તા. ૧૫/૦૪/૨૦૨૫૨૦૨૫ના રોજ સાંજના મોબાઇલમાં તીથવા ગામ વાળા કમલેશભાઇ સાદુરભાઇ ફાંગલીયાનો ફોન આવેલ ‘ જે તમે અમારા ગામમા માટીના ફેરા નાખવા ન આવો’ જેથી મેં કહેલ કે ‘મારે ત્યાં પાંચ ફેરા નાખવાના છે પુરા થઈ જાઇ પછી નહી આવુ’ આથી કમલેશભાઇ ઉશ્કેરાઇને ગાળો બોલવા લાગેલ, ત્યારબાદ આજરોજ તા. ૧૬/૦૪/૨૦૨૫ ના રોજ વહેલી સવારના મારા ડમ્પરના ડ્રાઇવર કરીમભાઇ ડમ્પર લઈને માટી નાખવા માટે તીથવા ગયેલ અને એનો ફોન આવેલ કે ‘હું માટી નાખવા તીથવા ગયેલ ત્યા પેટ્રોલપંપની સામે કમલેશભાઇએ તેમની સ્કોર્પીયો ગાડી આડી રાખી ગાડી રોકી રાખેલ છે’ જેથી હું, મોનાભાઈ તથા છગનભાઇ ત્રણેય જણા મોટરસાયકલ લઈને તીથવા ગામ પેટ્રોલ પંપ પાસે ગયેલ તો ત્યાં કમલેશભાઈ, નિકુલભાઈ તથા સહદેવભાઇ ત્રણેય હાજર હતા મેં કમલેશભાઇને જઈને કહેલ કે ‘મારે ચાર ફેરા નાખવાના છે તે નાખીને પછી નહી આવુ’ તેમ વાત કરેલ તો કમલેશભાઇએ કહેલ કે ‘તમારે અહીં આવવાનુ નહી’ તેમ કહી મોનાભાઈને કમલેશભાઇએ માથામા પાઇપ મારેલ અને છગનભાઇને પણ માર મારેલ, મને કમલેશભાઇએ માથામા પાઇપ મારેલ, હું નીચે પડી ગયેલ અને ત્યારબાદ વાંસામા સહદેવભાઇએ ધોકો મારેલ અને ડાબા હાથમા નીકુલભાઇએ ધોકો મારેલ અને તેનો બીજો ભાઇ બલેનો ગાડી લઈને આવેલ તેનુ નામ આવડતુ નથી, તે પણ પાઇપ લઈને આવેલ અને તેને મોનાભાઇ અને છગનભાઇને મારેલ અને ત્યારબાદ આ બધા જતા રહેલા આ પછી મને તથા મારા બન્ને ભાઈને માથામાં તથા શરીરે ઇજા થયેલ હતી અને લોહી નીકળતુ હતુ. ત્યા મારો કુટુંબી ભત્રીજો સુપર કેરી (છોટા હાથી) લઈને આવેલ અને અમને ત્રણેયને સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પીટલમાં અને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલ લઈ ગયેલ. પોલીસ ખાતાએ ચાર સામે ફરિયાદ દાખલ કરેલ છે…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!