વરસાદી પાણી માટે કરેલ માટીનો પારો કારણભૂત
પ્રાઇવેટ પાર્ટ પકડી દબાવી રાખી હુમલો કર્યાનો આક્ષેપ
વાંકાનેર: અહીં આરોગ્યનગરમાં શેરીમાં એક પાડોશી કચરો નાખતા હોય અને વરસાદનું પાણી ઘર તરફ આવતું હોય બીજા પાડોશીએ માટીનો પારો કરેલ જે કાઢવાની માથાકૂટમાં ફરિયાદીની ડોક પકડી પ્રાઇવેટ પાર્ટ પકડી દબાવી રાખેલ અને એક મહિલાએ ધોકાથી માર મારેલ અને અન્ય મહિલાએ ઢીકાપાટુનો મુંઢમાર મારવા અંગે ફરિયાદ થઇ છે તો સામાપક્ષે ફરીયાદીને વાંસામાં પથ્થરનો છુટ્ટો ઘા તથા માથામાં લાકડી માર્યાની ફરિયાદ કરી છે સામસામી ફરિયાદમાં બન્ને પક્ષે ત્રણ-ત્રણ આરોપી તરીકે નામ નોંધાયેલ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર આરોગ્યનગર શેરી નં-૦૩ માં રહેતા પરેશભાઇ મહેશભાઇ પતલીયા જાતે લોધા રજપુત (ઉ.વ.૨૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઈ કાલે સવારે હું બાથરૂમમાં હતો ત્યારે અમારા ઘરની બહાર શેરીમાં મારી મમ્મી સવીતાબેન તથા મારા ભાઇ અલ્પેશ સાથે અમારા પાડોશી મંજુબેન જીવાભાઇ, કોમલબેન તથા રાહુલભાઇ જીવાભાઇ બોલાચાલી કરતા હોય જેથી બાથરૂમમાંથી
બહાર આવેલ અને મેં ગાળો બોલવાની ના પાડતા રાહુલ એકદમ ઉશ્કેરાઈ જઈ મારી ડોક પકડી ધક્કો મારેલ અને મારા પ્રાઇવેટ પાર્ટ પકડી દબાવી રાખેલ અને મંજુબેન લાકડાના ધોકા વડે આડેધડ મારવા લાગેલ તથા કોમલબેન ઢીકાપાટુનો માર મારવા લાગેલ જેથી મારો ભાઇ અલ્પેશ તથા મારા મમ્મી વચ્ચે પડી વધુ માર મારવાથી બચાવેલ અને બાદ મને મારા પ્રાઇવેટ પાર્ટમાં દુ:ખાવો થતા વાંકાનેર
સરકારી હોસ્પીટલે સારવારમાં લઈ ગયેલ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલે સારવારમાં લઈ ગયેલ અને ત્યાં મારા પ્રાઇવેટ પાર્ટના એક્ષરે અને સોનોગ્રાફી કરેલ હતી, પોલીસ ખાતાએ બી.એન.એસ કલમ ૧૧૫(૨),૩૫૨, ૫૪ તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫ મુજબ ઉપરોક્ત ત્રણ સામે ધોરણસર ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…
જાણવા મળ્યા મુજબ આરોગ્યનગર શેરી નં-૦૨ માં રહેતા અને જ્ઞાનગંગા સ્કુલની સામે સ્ટેશનરીની દુકાન ચલાવતા રાહુલભાઈ જીવરાજભાઈ માણસુરીયા જાતે.કોળી (ઉ.વ.૨૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૨૩/૦૮/૨૦૨૫ ના રોજ સવારના હું મારી સ્ટેશનરીની દુકાને જતો રહેલ હતો આ દરમ્યાન મારી પત્નીનો ફોન આવેલ કે આપણા ઘરની પાછળ રહેતા સવીતાબેન મહેશભાઇ પતરીયા તથા 
તેનો દિકરો અલ્પેશ મહેશભાઇ પતરીયા જે વરસાદી પાણીના ધુળના પારા બાબતે ગાળાગાળી કરે છે, આથી હું ઘરે આવતા મારા મમ્મી મંજુલાબેન તથા મારી પત્ની કોમલબેનને સામે વાળા સવીતાબેન તથા તેનો દિકરો અલ્પેશભાઈ ગાળો બોલતા હોય જેથી સમજાવવા જતા અલ્પેશે એક પાણો મને વાંસામાં મારતા હું પડી ગયેલ આ વખતે સવીતાબેન તથા તેના દિકરા પરેશ ત્યાં આવી ગયેલ આ મા-દિકરાએ
મને પકડી લીધેલ અને અલ્પેશે લાકડી વતી મારા માથામાં ઘા કરતા મને લોહી નીકળવા લાગેલ, શેરીના માણસો ભેગા થઈ જતા મને મારા માસા જયંતીભાઈ ભવાનભાઇ મદરેસાણીયા તથા ગોપાલભાઈ કાળુભાઇ સરાવાડીયા સારવારમાં લઈ ગયેલ અને મને માથાના ભાગે ફુટ થયેલ હોય જેથી સી.ટી સ્કેન એક્ષરે માટે રાજકોટ સારવારમાં રીફર કરેલ હતો પોલીસ ખાતાએ ઉપરોક્ત ત્રણ સામે ગુન્હો – બી.એન.એસ કલમ ૧૧૫(૨) ૧૨૫(એ) ૩૫૨ ૫૪ તથા જી પી એક્ટ કલમ ૧૩૫ મુજબ નોંધી ધોરણસરની કાર્યવાહી શરુ કરેલ છે…
