સમધાન માટે બેઠા હતા: વાત વણસી ગઈ
વાંકાનેર: ભાટીયા સોસાયટીમાં રહેતા બે ઘાંચી કુટુંબો વચ્ચે ચાલતા ખટરાગ બાબતે આગેવાનોના પ્રયાસથી સમાધાન માટે બેઠા પણ એક મહિલા જેમ ફાવે તેમ બોલવા લાગેલ, અને બટકું ભરી લીધેલ વાત ઝપાઝપી પછી ધમકી સુધી પહોંચી ગયેલ, એવી પોલીસ સ્ટેશને ફરિયાદ થઇ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર ભાટીયા સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતા મોહમદશરીફભાઈ હનિફભાઈ પાયક (ઉ.વ.૩૮) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારા કાકાની દિકરી બહેન અમીરૂનબેન કાદરભાઈ પાયકના લગ્ન ભાટીયા સોસાયટીમા રહેતા
સલીમભાઈ ઉમરભાઇ લોલાડીયાના દિકરા સદામ સાથે થયેલ હતા અને હાલે તે રીસામણે હોય જેથી ગઈ તા. ૧૭/૦૨/૨૦૨૬ ના રોજ બપોરના આસીફભાઈ કલાડીયા (રહે ચંદ્રપુરવાળા)એ ભોજપરાવાળા અમીરૂદિનબાપુ દ્વારા સદામ સાથે ફોનથી સમાધાન માટે વાત કરવા
જણાવેલ અને સદામના ઘરે સમાધાન માટે મળવાનુ જણાવેલ જેથી ગઈ તા. ૧૭/૦ ૨/૨૦૨૬ ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરશામા હું, મારા સાળા અદનાનભાઈ, સદામભાઈનો મિત્ર સોહિલભાઈ તથા સમાજના આગેવાન રફિકભાઈ મારી બહેનના સસરા સલીમભાઈ લોલાડીયાના ઘરે ગયેલ હતા, ત્યારે મારી બહેનના સાસુ સઈદાબેન વાતચીત દરમ્યાન જેમ ફાવે તેમ બોલવા લાગેલ, જેથી 
તેને જેમ ફાવે તેમ બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઇ ગયેલ અને ઝપાઝપી કરવા લાગેલ તથા મારા જમણા હાથમાં બટકુ ભરી લીધેલ, સલીમભાઈ મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ, જેથી મારી સાથે આવેલ મારા સાળા, સોહિલભાઈ તથા સમાજના આગેવાન રફિકભાઇએ મને છોડાવેલ અને અમે બહાર જતા હતા ત્યારે આ સલીમભાઈએ મને ઘમકી આપેલ કે ‘આજ પછી અહી આવતો નહિ- નહિતર તને જાનથી મારી નાખીશ’ મારા સાથે આવેલ લોકો મને પ્રાઇવેટ વાહનમાં પાસલીયા હોસ્પીટલ ખાતે સારવારમા લઈ ગયેલ, તો આ સલીમભાઇ તથા તેની પત્નિ સઈદાબેન સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે, સમાધાનની વાતચીત ચાલુ હોઈ ફરીયાદ મોડી કરેલ છે, પોલીસ ખાતાએ ફરિયાદ નોંધેલ છે….
