સતાપર ગામેથી તરકીયાના રસ્તે પણ બાઇક સ્લીપ
વાંકાનેર: તાલુકાના પલાંસ ગામે વાડી વિસ્તારમાં થયેલ મારામારીમાં ઈજા થતાં જગમાલ ખૂમભાઈ નામના ૬૨ વર્ષના આધેડને સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા હતા.જ્યારે 

ટંકારાના અમરાપર ગામે બાઈક સ્લીપ થવાના બનાવમાં ફાતમાબેન હુસેનભાઈ કડીવાર નામના ૮૨ વર્ષના વૃદ્ધાને ઈજા થવાથી સારવાર માટે મોરબી લઇ જવાયા હતા…

અન્ય બનાવમાં વાંકાનેરના સતાપર ગામેથી તરકીયાના રસ્તે જતા સમયે બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં મંજુબેન ભુપતભાઈ મકવાણા (28) રહે.નાળિયેરી તા.ચોટીલાને ઇજા થયેલ હોય તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા, તેમ પોલીસે જણાવેલ હતું…
