છરી-પાઇપથી માર માર્યાની પાંચ સામે ફરિયાદ
વાંકાનેર: ભાટીયા સોસાયટીમાં ગાડીના પૈસાની લેતી દેતી બાબતે મનદુ:ખ હોય જે બાબતનો ખાર રાખી મારામારી કર્યાનો બનાવ પોલિસ દફ્તરે નોંધાયેલ છે…જાણવા મળ્યા મુજબ ભાટીયા સોસાયટી વાંકાનેર રહેતા હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા (ઉવ.૨૫)એ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૦૨/૦૩/૨૦૨૫ ના સાંજના હુ ભાટીયા સોસાયટીમા આવેલ ઉમીયા પાનની કેબીને ઉભો હતો ત્યારે અમારી સોસાયટીમાં રહેતા સંજયભાઇ રાણાભાઇ રાજગોર લોખંડના પાઈપ સાથે તથા અંકુર ઉર્ફે ભાણુ છરી સાથે આવેલ અને બોલાચાલી બાદ સંજયે મને
લોખંડનો પાઈપ માથાના ભાગે એક ઘા અને અંકુર ઉર્ફે ભાણુએ છરી કપાળના ભાગે મારેલ. ત્યા થોડીવારમાં તેના મિત્રો લાલો ઉર્ફે શીવાજી રાજગોર, કેવલ મોહનભાઇ રાજગોર તથા અનીલ રાજગોર આ ત્રણેય લાકડાના ધોકા લઈને આવેલ અને આ ત્રણેય મને મારવા લાગેલ.
સંજયે ડાબા હાથ પર પાઇપનો એક ઘા મારેલ, રાડારાડી કરતા બચાવવા માટે મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઓમદેવસિંહ કિરીટસિંહ ઝાલા તથા કાનભા ગઢવી આવી જતા મને બચાવેલ. સામેવાળા ત્યાથી જતા જતા ગાળો દેવા લાગેલ અને કહેલકે ‘હવે પછી ભેગો થા ત્યારે જાનથી મારી નાખશુ અને કેશ કરીશ તો મારી નાખશુ’ તેમ ધમકી આપી ત્યાથી જતા રહેલ. ત્યારબાદ મને મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા પોતાની
એક્ટીવામાં બેસાડી વાંકાનેર સરકારી હોસ્પીટલમાં લઈ ગયેલ. અને ત્યા ફરજ પરના ડો.શ્રી એ ડાબા હાથની આંગળીમાં ફેક્ચર તથા માથાના ભાગે ઇજા હોય જેથી વધુ સારવાર માટે મોરબી રીફર કરવાનુ કહેતા સારવારમાં દાખલ કરેલ છે. પોલીસે ઉપરોક્ત પાંચેય સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…