પાઇપ અને ધારિયાથી માર માર્યાની ફરિયાદ
વાંકાનેર: ભાયુ ભાગનો પ્લોટ રાતીદેવળી ગામે વાંકીયા રોડ પર આવેલ છે, જે વેચી નાખવો હોય જેની વેચવાની ના પાડતા જેનો ખાર રાખી બોલાચાલી કરી ગાળો આપી માર માર્યાની ફરિયાદ થઇ છે.
જાણવા મળ્યા મુજબ રાતીદેવળીના ગોરધનભાઇ સામાભાઇ વોરા જાતે અનુ.જાતી (ઉ.વ.૮૦) ફરીયાદ કરી છે કે મારે સંતાનમાં એક દીકરો છે જેનુ નામ રમેશ છે અને મારા પત્ની તેજુબેન છેલ્લા ત્રીશ વર્ષ પહેલા ગુજરી ગયેલ છે. મારે ત્રણ દિકરીઓ છે અને તેઓ ત્રણેય સાસરે છે અને હાલે હુ નિવૃત જીવન વિતાવું છું.
ગઇ કાલ રાત્રીનાં સાડા આઠેક વાગ્યે હું વાળું પાણી કરીને મારા મોટાભાઈ દેહાભાઇ સામાભાઇ વોરાના ઘરે બેસવા માટે જતો હતો ત્યારે સવા આઠેક વાગ્યાનાં અરસામાં મારા ઘર પાસે વાંકીયા રોડ પર મારા નાના ભાઇ પરશોત્તમભાઇ સામાભાઇનો દીકરો હરેશ મારી પાસે આવી અને કહેલ કે ભાયુ ભાગનો મકાનનો પ્લોટ અમારે વેચી નાખવો છે, તમે કેમ વેચવા દેતા નથી?
તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને આ દરમ્યાન પાછળથી પરશોત્તમભાઇ સામાભાઇ તથા તેનો દીકરો વિજયભાઇ પરશોત્તમભાઇ આવી ગયેલ અને આ હરેશે તેની હાથમા રહેલ પાઇપ વડે મને ડાબા પગે નળાના ભાગે તથા જમણા હાથે માર મારેલ અને વિજયના હાથમા ધારિયુ હોય જેણે મને વાસાના ભાગે તથા છાતીનાં ભાગે ઉંધુ મારેલ અને મારા ભાઇ પરશોત્તમભાઇએ માથાના ભાગે લાકડી મારેલ. દેકારો થવા લાગતા મારા ભાઇનો દીકરો મનહર દેહાભાઇ તથા ઉત્સવ પ્રેમજીભાઇ અને મારો દીકરો રમેશ ત્યાં આવી ગયેલ અને આ લોકો સાથે ઝપાઝપી થયેલ.
મનહરના માથામાં કપાળના ભાગે પાઇપ મારી દીધેલ ત્યાં ગામના બીજા માણસો ભેગા થઇ જતા આ લોકો જતા રહેલ અને દૂર જઇ છુટ્ટા પથ્થરનાં ઘા કરેલ હતા પરંતુ કોઇને વાગેલ ના હતા અને ત્યાં અમારા કુંટુંબી વિનોદભાઇ દેહાભાઇ વોરાએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતા ૧૦૮ એમ્બુલન્સ આવતા તેમા સારવારમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે આવેલ અને ત્યાં ડોક્ટર સાહેબ પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરતા એમ્બુલન્સમાં લઇ ગયેલ.
નિ:સંતાન દંપતી માટે નિ:શુલ્ક માર્ગદર્શન કેમ્પ વાંકાનેર
તા: 29-10-23 રવિવાર
સમય: 8:30 થી 12:30
કેમ્પ સ્થળ:
બાદી હોસ્પિટલ 🏥
આશિયાના સોસાયટી,
જિનપરા,વાંકાનેર
વધુ માહિતી/નામ નોંધવા માટે:
9409166480
યશ સોલંકી
દરેક નિ:સંતાન દંપતી ને લાભ લેવા વિનંતી
વિંગ્સ ivf હોસ્પિટલ રાજકોટ
થી ડોક્ટર્સ ની ટીમ કેમ્પ નું પ્રતનિધિત્વ કરશે.
આ મેસેજ ને જરૂરિયાત વાળા દર્દી ને મોકલવા વિનંતી.🙏🙏