કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જી.પંચા.ની વિવિધ સમિતિઓની આખરે રચના

વાંકાનેરના સરોજબેન ડાંગરોચા જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન થયા
ઝાહિરઅબ્બાસ યુસુફ શેરશીયાને ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ તથા શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે સ્થાન

મોરબી જીલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિયુક્તિ કરવામાં આવ્યા બાદ વિવિધ સમિતિઓની રચના કરવાની બાકી હોય આજે જીલ્લા પંચાયત ખાતે મળેલી સામાન્ય સભાની ખાસ બેઠકમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે અને સમિતિના હોદેદારોની નિમણુક કરી જવાબદારી સોપવામાં આવી છે

મોરબી જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચાવડા કમળાબેન અશોકભાઈ જયારે કો.ઓપ્ટ સભ્ય તરીકે ઠારેસા વિશાલ ભુપતભાઈ, નારાયણભાઈ જેઠાભાઈ સોલંકી, વિઠ્ઠલભાઈ મોતીભાઈ ચાવડા તેમજ સભ્ય તરીકે હીરાભાઈ જીવણભાઈ ટમારીયાની નિમણુક કરાઈ છે

જયારે જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે મેરાભાઈ કરમશીભાઈ વિઠલાપરા જયારે સભ્ય તરીકે જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા અને લીલાબેન રવજીભાઈ પરમારને જવાબદારી સોપવામાં આવી છે

ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે અજય મનસુખભાઈ લોરિયા જયારે સભ્ય તરીકે ઝાહિર અબ્બાસ યુસુફ શેરશીયા અને ચંદુભાઈ છગનભાઈ શિહોરાની નિમણુક કરવામાં આવી છે

શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે કડીવાર ચંદ્રિકાબેન નથુભાઈ જયારે સભ્ય તરીકે ઝાહિર અબ્બાસ યુસુફ શેરશીયા, મેરાભાઈ કરમશીભાઈ વિઠલાપરા, અજય મનસુખભાઈ લોરિયા તેમજ કો.ઓપ્ટ સભ્ય તરીકે બલભદ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને જેસંગભાઈ મુળુભાઈ હુંબલને જવાબદારી સોપવામાં આવી છે

જયારે જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે ડાંગરોચા સરોજબેન વાઘજીભાઈ તેમજ સભ્ય તરીકે કડીવાર ચંદ્રિકાબેન નથુભાઈ અને પ્રવીણભાઈ ત્રિભોવનભાઈ સોનગ્રા તેમજ મહિલા બાળ અને વિકાસ સમિતિના ચેરમેન તરીકે લીલાબેન રવજીભાઈ પરમાર તેમજ સભ્ય તરીકે જયંતીલાલ દામજીભાઈ પડસુંબીયા અને અસ્મીતાબેન કિશોરભાઈ ચીખલીયા અને અપીલ સમિતિના ચેરમેન તરીકે હંસાબેન જેઠાભાઈ પારેઘી જયારે સભ્ય તરીકે હીરાલાલ જીવણભાઈ ટમારીયા અને અસ્મીતાબેન કિશોરભાઈ ચીખલીયાને જવાબદારી સોપવામાં આવી છે….

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!