મામલતદાર કચેરી પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં રહે છે
વાંકાનેર: અહીંના યુવાને લોનના હપ્તા નહિ ચૂકવતા ફાઇનાન્સ કંપનીએ ગાડી પરત ખેંચી લીધી હતી જેથી યુવાને મગજ ભમતા ઝેરી દવા પી લીધી હતી. યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મામલતદાર કચેરી પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતા નબુ જોગડીયા ભુરીયા નામના 24 વર્ષના યુવાને રાત્રીના સમયે પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી…


યુવાનને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં નબુ ભુરીયા મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને બે ભાઈ બે બહેનમાં મોટો છે અને તેને સંતાનમાં બે પુત્ર છે નબુ ભૂરીયાએ લોન ઉપર ગાડી લીધી હતી પરંતુ હપ્તા નહીં ભરી શકતા ફાઇનાન્સ કંપની દ્વારા ગાડી પરત ખેંચી લેવામાં આવી હતી જેથી મગજ ભમતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે….
