મહિલા સમરસ ગ્રામ પંચાયતને વધુ આર્થિક સહાય મળે છે
ગુજરાત સરકારે વર્ષ 2021માં જાહેર કરેલા પરિપત્ર અનુસાર જે ગ્રામ પંચાયતની વસ્તી 5000 સુધી હોય અને પહેલી વખત સમરસ ગ્રામ પંચાયત બને તો તે ગ્રામ પંચાયતને સરકાર તરફથી ત્રણ લાખ રૂપિયા સહાય ચૂકવવામાં આવે છે. બીજી વાર સમરસ જાહેર થનાર ગ્રામ પંચાયતને 3.75 લાખ, ત્રીજી વાર 4.75 લાખ, ચોથી વાર 5.25 લાખ અને પાંચમી વાર સમરસ ગ્રામ પંચાયત જાહેર થાય તો 5.50 લાખ રૂપિયા પ્રોત્સાહક સહાય ચૂકવવામાં આવે છે.

જો આ ગ્રામ પંચાયતમાં મહિલા સમરસ ગ્રામપંચાયત બને છે તો તે ગ્રામપંચાયતને પ્રથમવાર 4.50 લાખ રૂપિયા, બીજી વખત 5.50 લાખ રૂપિયા, ત્રીજી વખત 7 લાખ, ચોથી વખત 7.50 લાખ અને પાંચમી વખત સમરસ જાહેર થાય તો 8 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે.

જે ગ્રામ પંચાયતની વસ્તી 5001 થી 25 હજાર સુધી હોય તે ગ્રામપંચાયત પ્રથમ વાર સમરસ બને તો તે ગ્રામ પંચાયતને 4.50 લાખ પ્રોત્સાહક ઇનામ બીજી વખત 5.75 લાખ રૂપિયા, ત્રીજી વખત સાત લાખ, ચોથી વખત 7.50 લાખ, પાંચમી વખત આઠ લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.

જે ગામની વસ્તી 5001 થી 25 હજાર હોય અને તે ગ્રામ પંચાયત મહિલા સમરસ ગ્રામ પંચાયત બને તો પ્રથમ વખત 7 લાખ રૂપિયા, બીજી વખત 9.50 લાખ રૂપિયા, ત્રીજી વખત 11.75 લાખ રૂપિયા, ચોથી વખત 12 લાખ રૂપિયા અને પાંચમી વખત સમરસ જાહેર થાય તો 13 લાખ રૂપિયા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે…
સમરસ જાહેર થનાર ગ્રામ પંચાયતોને પ્રથમ વખત મળતા પ્રોત્સાહક ઇનામ ઉપરાંત વિકાસનાં કામો માટે સહાય પણ ચૂકવવામાં આવે છે. જેમાં બીજી વખત જાહેર થનારને બે લાખ અને ત્રીજી, ચોથી તથા પાંચમી વખત જાહેર થનાર ગ્રામ પંચાયતને પ્રોત્સાહક ઇનામ સિવાય ત્રણ લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે…
