ટંકારા: હડમતીયા ગામે આવેલ બ્રાંચ પોસ્ટ ઓફિસમાં નાણાંકીય ગોટાળો બહાર આવ્યો છે. ગ્રાહકો પાસેથી નાણાં લઇ સરકારશ્રીના ખાતામાં ન લેવાની ફરિયાદ થઇ છે.
આ અંગે મોરબી નાની બજાર ખાતે આવેલ ઈન્સપેક્ટર ઓફ પોસ્ટની કચેરીમાં પોસ્ટ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા ભાવીનભાઈ ભરતભાઈ ગોહેલે કરેલ ફરિયાદ મુજબ ટંકારા તાલુકાની હડમતીયા ગામે આવેલ બ્રાંચમાં અગાઉ સને ૨૦૧૬ થી વાવડી તા.જી.મોરબી વાળા દિપાબેન એમ. ત્રિવેદી બ્રાંચ પોસ્ટ માસ્તર
તરીકેની ફરજ ઉપર હતા, હડમતીયા ગામે રેકર્ડ તપાસણી કરતા સોનલબેન ચિરાગભાઈ ખાખરીયાએ તેમની દિકરી કેનીશાનુ સુકન્યા સમૃધ્ધી યોજના અંતર્ગત ખાતુ હડમતીયા બ્રાંચમાં દિપાબેન પાસે ખોલાવેલ અને રુ.૨૧,૦૦૦/- જમા કરાવતા પાસબુકમાં એન્ટ્રી પાડી સિક્કો મારી પાસબુક પાછી આપી દીધી હતી.
બાદ ઉષાબેન હરગોવિંદભાઈ ચાપબાઈ રહે. હડમતીયા વાળાએ ખાતામાં કુલ રુ. ૭૮,૦૦૦/- જમા કરાવવા માટે આ દિપાબેનને આપેલ હતા, પાસબુકમાં એન્ટ્રીઓ પાડી સિક્કોઓ મારી પાસબુક પાછી આપી દીધી હતી. એમ બંન્ને ગ્રાહકોની મળી કુલ રકમ ૨૧,૦૦૦ + ૭૮,૦૦૦ મળી કુલ રુ.૯૯,૦૦૦/- રુપીયા આ
દિપાબેન એમ. ત્રિવેદીએ સરકારી નિયમ મુજબ સરકારી હિસાબમાં ગ્રાહકો પાસેથી નાણા વસુલ કરેલ, પરંતુ તેઓના ઉપરોક્ત ખાતામા જમા કરાવેલ નહીં અને પોતાના અંગત ઉપયોગ માટે આ રૂ. ૯૯,૦૦૦/- લઈ ગ્રાહકો તથા સરકાર સાથે વિશ્વાસઘાત કરી સરકારી રુપીયાની ઉચાપત કરેલાનુ તપાસ દરમ્યાન જણાઈ આવેલ હતુ. પોલીસે તપાસ ચાલુ કરી છે
હથિયાર પ્રતિબંધ જાહેરનામાનો ભંગ:
નેકનામના સાગર વિનુભાઈ લોરિયા લાકડાનો ધોકો લઈને નીકળતા તેની સામે હથિયાર પ્રતિબંધ જાહેરનામાનો ભંગ સબબ કાર્યવાહી
દારૂ સાથે:
(1) છત્તર જીઆઈડીસી પાસે રહેતા જોશનાબેન રવિભાઈ જખાણીયા (2) અમરાપર રોડ દેવીપૂજક વાસ મેડી વિસ્તારમાં રહેતા પરેશ નટુભાઈ વાઘેલા અને (3) લતીપર રોડ હીરો હોન્ડાના શો રૂમ પાછળ રહેતા રાધુબેન દિલીપભાઈ વાઘેલા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
ટંકારા દેવીપૂજક વાસમાં રહેતા રણજીત બાબુભાઇ વિકાણી પીધેલ પકડાયા