પંચાસિયા આધેડે ઝેરી દવા પીધી
વાંકાનેર: મીલ કોલોની મીલ પ્લોટ અમરસિંહ મીલની બાજુમા શીવમ પાન સ્ટેશન રોડ પર રહેતા અમીતભાઇ દીલીપભાઇ પંડીયા જાતે બ્રાહમણ (ઉ.વ. ૨૯) ફરીયાદ કરેલ છે કે મારે બે બહેન છે જેમા એક વિકંલાગ છે જે મારી સાથે રહે છે અને એક બહેન જેનુ નામ ધર્મીષ્ઠાબેન જે પોતાના સાસરે રહે છે અને મારી માતાનુ નામ કંચનબેન છે મારા લગ્ન થયેલ નથી…
ગઈ તા.તા.૨૨/૦૨/૨૦૨૪ ના રોજ સવારના ફરિયાદી તથા તેમના પિતાશ્રી દિલીપભાઈ સુખદેવભાઈ પંડીયા ફરિયાદીની તબીયત ખરાબ હોય દવાખાને જવા માટે નીકળેલ હતા. મોટર સાયકલ પિતા ચલાવતા હતા અને મીલ પ્લોટની રેલ્વે ફાટક બંધ હતી
અને થોડીવારમા આ ફાટક ખુલતા જવા નીકળેલ હતા, આ વખતે સામેથી ટ્રક નં નંબર જી.જે.૦૩.બી.વાય.૫૩૫૨ આવેલ અને ટ્રકની ડ્રાઇવર સાઇડમા થોડે આગળ જતા આ ટ્રક એકદમ પાછો આવેલ હોય જેથી ફરિયાદીના પિતાને ફરિયાદીએ મોટર સાયકલ આગળ લેવા જણાવતા આ ટ્રકના ડ્રાઈવર સાઈડના પાછળના ટાયરમાં મોટર સાયકલ આવી જતા દિલીપભાઈના જમણા પગમાં આ ટ્રકનુ વ્હીલ ફરી ગયેલ હતુ.
પિતાને બહાર કાઢી ને ૧૦૮ મા ફોન કરેલ વાંકાનેર સીવીલ હોસ્પીટલ ખાતે લઈ ગયેલ હતા. વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ ફરિયાદીના કાકાના દીકરા અભીષેક, મિત્ર દેવાભાઈ તથા રીજવાનભાઈએ એમ્બુલન્સમા રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં ખેરવા ગામ પાસે ઈજાગ્રસ્ત મરણ થયાનું લાગતા ખરાઇ કરવા માટે કુવાડવા સરકારી હોસ્પીટલ ખાતે લઈ ગયેલ. પોલીસ ખાતાએ આગળની કાયદેસરની કાર્યવાહી શરુ કરેલ છે.
પંચાસિયા આધેડે ઝેરી દવા પીધી
વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા કાંતિભાઈ શામજીભાઈ કાંજિયા નામના ૫૦ વર્ષીય આધેડને મોરબીની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેઓએ તેમના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હોવાથી તેઓને સારવાર માટે અહિં લાવવામાં આવ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી. આ બનાવ વાંકાનેર પોલીસ મથક વિસ્તારનો હોય આગળની તપાસ માટે અહીં જાણ કરી હતી.
પોલીસ સ્ટેશનેથી
દારૂ પકડાયો:
વાલાસણના દાઉદ જીવાભાઈ દલપોત્રા પાસેથી 56 કોથળી અને પંચાસિયાના કંચનબેન કાંતિભાઈ સામજીભાઈ કોંઢીયા પાસેથી 40 કોથળી દેશી દારૂ પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે.