કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જેતપરડા શખ્સને છરી મારવા બાબતે એફઆઈઆર

પોલીસ સ્ટેશનેથી

વાંકાનેર: તાલુકાના જેતપરડા ગામના ભરવાડ શખ્સ પર છરીથી થયેલા હુમલા બાબતે એફઆઈઆર દાખલ થઇ છે.


ફરિયાદમાં વિભાભાઈ ઉર્ફે બાબુભાઈ મોનાભાઈ સરૈયા (ઉ.વ.૨૫) ધંધો ડ્રાઇવીંગ રહે. જેતપરડા લખાવેલ છે કે એ ઈકો કાર રજી.નં-GJ-36-AF-2126 વાળી છે

જેના વાંકાનેરથી મોરબીના ફેરા કરે છે. ગઈ કાલ તા.૦૯/૧૦/૨૦૨૩ ના રાત્રીના બારેક વાગ્યે જેતપરડાથી ચા-પાણી નાસ્તાની ઇચ્છા થતા સ્વીફ્ટ કાર લઈ

જેતપરડાથી કેરાળાના બોર્ડે નીકળેલ અને તા.૧૦/૦૪/૨૦૨૪૨૦૨૪ના સાડા બારેક વાગ્યે વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે કારમાં પેટ્રોલ પુરાવવાં જતા

પેટ્રોલ પંપની સામે વાંકાનેર જીનપરામાં રહેતા (૧) સાહીલ હુશેનભાઈ પીપરવાડીયા (૨) ફૈઝલ હુશેનભાઈ પીપરવાડીયા ઉભા હતા અને ફરિયાદીને જોતા

આ બંન્ને જણા ઉશ્કેરાઈ ગયેલ અને ગાળો આપવા તથા ઝગડો કરવા લાગેલ, ના પાડતા સોહીલે પેન્ટના નેફામાંથી છરી કાઢી છરીનો એક ઘા માથામાં

પાછળના ભાગે મારેલ જેથી લોહી નીકળવા લાગેલ અને પ્રતિકા૨ કરતા ફૈઝલે સાહીલના હાથમાંથી છરી લઈ છરીનો એક ઘા જમણી બાજુ પડઘાના ભાગે મારેલ

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

બાદ ફરિયાદીને કાંઈ સમજાતુ ન હોય થોડીવારમાં ફરિયાદીનો મિત્ર અર્જુનભાઈ જીવણભાઈ રાતડીયા વાળો આવતા સ્વીફ્ટ કારમાં વાંકાનેર સરકારી દવાખાને

લઈ ગયેલ અને વધુ સારવાર માટે સરકારી હોસ્પીટલ રાજકોટ ખાતે રીફર કરતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરિયાદીના મિત્રો અર્જુનભાઈ રાતડીયા, મીલન રમેશભાઈ દાદલ તથા એમના કાકાનો દીકરો જાગા ભાઈ નવઘણભાઈ સરૈયા રાજકોટ સરકારી દવાખાને સારવારમાં લાવેલ છે આજથી ચારેક માસ પહેલા ઈકો કારમાં પેસેન્જર ભરવા બાબતે ઝગડો થયેલ હતો તેને ખાર રાખીને આ બનાવ બન્યો છે.

પોલીસ સ્ટેશનેથી

દારૂ સાથે:
(1) વાંકાનેર નવાપરા શેરી નં 3 માં રહેતા રાજેશ ઉર્ફે ખોડાભાઈ ખેંગારભાઈ બાવળીયા (2) અરણીટીંબા બોર્ડ સામે હરખણી તળાવ જવાના કાચા રસ્તે ઝુંપડામાં રહેતા વાલીબેન મધુભાઈ વાજેલિયા (3) મકતાનપરના જીતેશ કરમશી અબાસણીયા (4) પાંચદ્વારકા નદીના પટમાં ઝુંપડામાં રહેતા નરેશ નારૂભાઇ જખાણીયા અને (5) ઢુવા માટેલ રોડ ખુલ્લા મેદાનમાં રહેતા અનિલ મોહન પરમાર પાસેથી દેશી દારૂ મળી આવ્યો
ટ્રાફિક નિયમના ભંગ:
(1) જીનપરાના અનિરુદ્ધસિંહ દેવસિંગ સોલંકી (2) આશિયાના સોસાયટીના અશ્વિન વશરામ ધરજીયા (3) જોધપરના અસલમ હાજીભાઇ બાદી (4) સરધારકાના બાબુ રૈયાભાઈ મુંધવા (5) વાંકાનેર કાળકા માતાજીની ટેકરી પાસે રહેતા જીતેશ બાબુભાઇ ભૈયાજી અને (6) દીવાનપરા બાપુના બાવલા પાસે રહેતા મોઈનશા ઈક્બાલશા શાહમદાર સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!