કપાસનો મોટો જથ્થો બળીને થઈ ગયો ખાક
વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજ અને વલાસણ ગામ વચ્ચે આવેલ ઇન્ડિયન કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આજે બપોરના સમયે ભયંકર આગ લાગી હતી જીનમાં પડેલો કપાસનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ અને વાલાસણ ગામ વચ્ચે આવેલી ઇન્ડિયન કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આજે બપોરના સમયે બાજુમાંથી નીકળેલી ઇલેક્ટ્રીક લાઈનમાં તાર તૂટતા કોઈ પણ કારણસર અચાનક આગ લાગી હતી અને કપાસના ઢગલામાંથી ધૂમાડા દેખાવા લાગ્યા હતા લોકોને જાણ થતા સ્થાનિક લેવલે આગ બુજાવવાની કોશિશ કરી હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ પણ આવી ગયું હતું. પરંતુ ત્યાં સુધીમાં કપાસના મોટા ઢગલામાં આગે મોટું સ્વરૂપ લઈ લીધું હતું અને લગભગ આખેઆખો ઢગલો આગમાં બનીને ખાક થઈ ગયો હતો…
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
