વાંકાનેર: માહિતી મળી રહી છે કે આજે વહેલી સવારના જામસર ચોકડી પાસે આવેલ કારખાનામાં અચાનક આગ લાગી હતી જેમની વાંકાનેર ફાયર ફાઇટરને જાણ થતા તેઓ તાત્કાલ પહોંચ્યા હતા અને આગ બુજવાની કામગીરી શરૂ કરી હતી. જે સવાર સુધી ચાલુ રહી હતી



વધુમાં મળેલી માહિતી મુજબ આગના કારણે કારખાનામાં વેસ્ટપેપર અને સેડમાં ઘણું બધું નુકસાન થયું છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. આગ કાબુમાં આવી ગઈ છે, હજુ ફાયર ફાઈટર સ્થળ પર જ છે.
