સરતાનપર રોડ પરથી વરલી ભક્ત પકડાયો
વાંકાનેર: તાલુકાના કણકોટ ગામમાં બપોરના સમયે ગામ નજીક આવેલ સારદીયા પ્રકાશભાઈ ધનજીભાઈના ગામ નજીક આવેલ ઢોર બાંધવાના વાડામાં કડબ, પશુના ઘાસચારાના જથ્થા પરથી પસાર થતા વિજ તાર તૂટીને પડતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સંપૂર્ણ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.

સરતાનપર રોડ પરથી વરલી ભક્ત પકડાયો
જાણવા મળ્યા મુજબ સરતાનપર દસામાના મંદીર પાસે રહેતા મુળ રહે. પદમાલા ગામ સંગમ સોસાયટી તા. જી. વડોદરા વાળાને પોલીસ ખાતાએ સરતાનપર રોડ ચોકડી પાસે જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી નસીબ આધારીત હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂ.૨૮૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગારધારા કલમ ૧૨૧૨અ મુજબ નોંધાયો છે….
