ઠીકરીયાળીના શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂ મળ્યો
પલાંસના શખ્સનું 60 લાખનું એક્સકેવેટર મશીન સીઝ
મોરબી જિલ્લામાં ફાટીને ધુમાડે ગયેલા ખનીજચોરો ખુલ્લેઆમ માટી, મોરમ, રેતી, બ્લેકટ્રેપ અને ફાયર ક્લેની ચોરી કરી રહ્યા છે ત્યારે મંગળવારે મોરબી
ખાણ ખનીજ વિભાગે લુણસર ગામે દરોડો પાડી ગેરકાયદેસર રીતે ફાયરક્લેનું ખનન કરતા એક શખ્સને ઝડપી લઈ 60 લાખની કિંમતનું એક્સકેવેટર મશીન સીઝ કર્યું હતું.
મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાત્રી જે.એસ.વાઢેર અને તેમની ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં બાતમીને આધારે દરોડો પાડી
જેસીબી કંપનીના એક્સકેવેટર મશીન વડે ફાયર કલે ખનીજનું ગેરકાયદેસર ખાણકામ કરવા બદલ પકડી પાડી પ્રાથમિક તપાસ કરતા આ ફાયરકલે ખનીજ
ખોદકામ કરવાનું કામ આરોપી ગોપાલભાઈ ઘેલાભાઈ ધ્રાંગીયાના કહેવાથી મશીન માલિક દેવશીભાઇ ચારલા રહે. પલાંસ તા.વાંકાનેર દ્વારા કરવામાં આવતું
હોવાનું કબુલતા ફાયર ક્લેનું ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ રૂપિયા 60 લાખની કિંમતનું એક્સકેવેટર મશીન સીઝ કરી આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસ સ્ટેશન વાંકાનેર ખાતે સોંપી આપ્યું હતું.
ઈંગ્લીશ દારૂ:
ઠીકરીયાળીના રોહિત જાદવભાઈ ચૌહાણ પાસેથી એક ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી
સર્પ આકારે મોટર સાયકલ:
ભાટિયા સોસાયટી રાજગોર સમાજની વાડી પાછળ રહેતા હરેશ રામજીભાઈ ઉધરેજા પોતાનું મોટર સાયકલ નં GJ-03-LS-6977 નશો કરેલી હાલતમાં સર્પ આકારે ચલાવતા કાર્યવાહી- મોટર સાયકલ કબ્જે
ટ્રાફિક નિયમનો ભંગ:
ટેકરીએ દાતારની દરગાહ પાસે રહેતા અકબર આહમદભાઈ મકરાણી સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી