ઉદ્ઘઘાટનમાં ધારાસભ્યો અને સંસદ સભ્ય હાજરી આપશે
મેળાનું ઉદ્ઘઘાટન કુંવરજી બાવળિયા કરશે. રાઘવજી પટેલનું અધ્યક્ષસ્થાન અને ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિ હશે
વાંકાનેરથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલી રતન ટેકરી પર બિરાજમાન સ્વયંભૂ પ્રગટ દેવોના દેવ મહાદેવ જડેશ્વર મહાદેવના સાનિધ્યમા દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે પરંપરાગત સૌરાષ્ટ્રનો પ્રથમ મેળો યોજાય છે. આ વર્ષે પણ તા.૨૭/૦૮/૨૦૨૩ના રોજ સૌરાષ્ટ્રના પ્રથમ શ્રાવણી લોકમેળાને ખુલ્લો મુકાશે, આ લોકમેળામાં સમગ્ર ગુજરાતમાંથી વિશાળ જનમેદની ઉમટશે.
હજારો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એવા રતન ટેકરી પર મનોરમ્ય કુદરતી હળીયાળી ચાદર વચ્ચે બીરાજીત એવા સ્વંયમભુ જ્ડેશ્વર મહાદેવનો શ્રાવણ માસનાં બીજા સોમવારે દાદાનાં પ્રાગટ્યદિન નિમીતે પરંપરાગત લોકમેળો યોજાય છે. મેળાને આગલા દિવસ રવિવારે ખુલ્લો મુકાય છે. આ વર્ષે તા.૨૭/૦૮/૨૦૨૩ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આ પરંપરાગત લોકમેળાનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવશે. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાશે. જેનું આયોજન લોક સાંસ્કૃતિક મેળા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.
આ તકે રાજ્યસભાના સાંસદ મોહનભાઇ કુંડારીયા, કેશરીદેવસિંહજી ઝાલા, વાંકાનેર-કુવાડવાના ધારાસભ્ય જીતુભાઇ કે. સોમાણી, મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતીભાઇ અમૃતિયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા, જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા આર. જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને મેળા સેવા સમિતિ દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે.