પરિવાર, વઘાસિયા શાળા, તાલુકા તથા જિલ્લાનું ગૌરવ = માથકિયા મેહવિસ
વાંકાનેર: ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરિત તેમજ કમિશનર યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ,વડોદરા સંચાલિત મઘ્ય ઝોન પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 10 જાન્યુઆરી 2026 ના રોજ ઉર્મિ સ્કૂલ, વડોદરા ખાતે યોજાયેલ હતી 


જેમાં વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળા ધોરણ 5 માં અભ્યાસ કરતી માથકિયા મેહવિસએ વક્તૃત્વ સ્પર્ધા વિભાગ અ માં સમગ્ર મઘ્ય ઝોનમાં પ્રથમ નંબર મેળવી પોતાના પરિવાર , વઘાસિયા પ્રાથમિક શાળા, વાંકાનેર તાલુકા તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે માથકિયા મેહવિસ આગામી રાજ્ય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં મઘ્ય ઝોન નું પ્રતિનિધિત્વ કરશે…
