સ્ટાર લાઈટ ગ્રુપનું કદમ
વાંકાનેરની ઘણી બધી છીકરીઓને ડિઝાઈનર બનવાનો મોકો મળ્યો
વાંકાનેર: અહીં હાઇવે પર આવેલ હોટલ રોયલ-ઈન માં વાંકાનેરના ઇતિહાસમાં પહેલી વાર એક ભવ્ય ફેશન શો નું આયોજન સ્ટાર લાઈટ ગ્રુપ ના નિશા કડીવાર દ્વારા કરવામાં આવ્યું હતું…

ફેશન શો ના મુખ્ય મહેમાન તરીકે ઈરફાન પીરઝાદા, જાવિયા દેવલ મેડમ (રાજકોટ), ઢોલરીયા હેન્સી મેડમ (રાજકોટ), ભોજાણી સ્વાતિ મેડમ (મોરબી) પધારેલ હતા, સ્ટાર લાઈટ દ્વારા ફેશન ડિઝાઇન ક્લાસમાં શીખેલી 38 છોકરીઓ દ્વારા તેમનું કૌશલ્ય રજૂ કરેલ, તેમના દ્વારા બનાવેલ નવી નવી ડિઝાઇન આકર્ષણનું કેન્દ્ર રહેલ, વાંકાનેરમાં પ્રથમ વાર આ પ્રકારનું આયોજન હોઈ ઘણા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો..

ઉલ્લેખનીય છે કે નિશા કડીવાર એક પોતે સારા એવા ફેશન ડિઝાઈનર છે, છોકરીઓને દોઢ મહિનામાં સારો એવો ભોગ આપી તેઓની કલાને ચમક આપી છે, નિશા કડીવાર વાંકાનેર તાલુકાના પીપળીયા રાજના માજી સરપંચ મહેબુબભાઇ કડીવારના સુપુત્રી છે, અને લાલપર ગામના રજાકભાઈ હાજીભાઇ (સર્કલ) ના પુત્ર અકરમના ધર્મ પત્ની છે, ફેશન શો ની વિશિષ્ટતા એ હતી કે ગામડાની છોકરીઓ કે જેને સામાન્યતઃ ફેશન બાબતમાં કંઈ આવડતું હોતું નથી, નિશાબેનની મહેનતથી આપણા વાંકાનેરની ઘણી બધી છીકરીઓને એક ડિઝાઈનર બનવાનો મોકો મળ્યો છે….


