રાષ્ટ્ર્રીય કક્ષાની સહકારી સંસ્થાઓમાં પાર્ટીનો મેન્ડેડ ન હોઈ શકે તેવી વ્યવસ્થાથી વિપરીત જઈને ઇફકોમાં ભાજપે મેન્ડેટ આપ્યો હતો. પરંતુ તેના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોરનો વિજય થયા પછી હવે આવતી તારીખ ૨૧ ના રોજ નાફેડમાં ડિરેકટરોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે એક બેઠકમાં ભાજપ સાથે
સંકળાયેલા પાંચ ઉમેદવારો મેદાનમાં હોવા છતાં દૂધથી દાઝેલો જેમ છાસ ફુકીને પીવે તેમ ભાજપનું મોવડી મંડળ હવે આ સહકારી ચુંટણીમાં મેન્ડેટ આપવાના મૂડમાં ન હોય તેવું જણાઈ રહ્યું છે. નાફેડની આ ચૂંટણીમાં રાજ્ય કક્ષાના વિભાગમાં જેઠાભાઇ ભરવાડ બિન હરીફ ચૂંટાઈ ગયા છે. કૃષિ વિષયક સહકારી મંડળીઓના વિભાગની એક બેઠકની તારીખ ૨૧ ના રોજ યોજનારી ચૂંટણીમાં સાંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, રાજકોટ જિલ્લા સહકારી બેંકના મગનભાઈ
વડાવીયા સહિત પાંચ ઉમેદવારો મેદાનમાં છે અને પાંચે પાંચ ભાજપ સાથે સંકળાયેલા છે. પાર્ટી તરફથી મેન્ડેટ ન આવે તેવી શકયતા હોવાથી સહકારી ક્ષેત્રના આગેવાનોએ વિવાદ ટાળવા માટે અને સર્વાનુમતે એક નામ પસદં કરવા પ્રયાસો હાથ ધર્યા છે. ઇફકોની માફક નાફેડ પણ રાષ્ટ્ર્રીય કક્ષાની સહકારી સંસ્થા છે. નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ઈફકો)ની આ ચૂંટણીમાં સમાધાન થઈ જાય તેવી શકયતા છે.