વાંકાનેર: મીલ સોસાયટી શંકર મંદિર વાળી શેરીમાં જુગાર રમતા પોલીસ ખાતાએ પાંચ જણાને પકડેલ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર: મીલ સોસાયટી શંકર મંદિર વાળી શેરીમાં જુગાર રમતા (1) વજુભા ઉર્ફે દિગુભા મહિપતસિંહ જાડેજા (ઉ.55) રહે. મીલ સોસાયટી, રેલવે સ્ટેશન પાસે (2) બ્રિજપાલસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજા (ઉ.36) રહે. મીલ સોસાયટી, રેલવે સ્ટેશન પાસે (3) મહેશભાઈ કરશનભાઈ ચાવડા (ઉ.38) રહે. વીશીપરા
(4) વિક્રમપરી ઇશ્વરપરી ગૌસ્વામી (ઉ.58) રહે. હસનપર અને (5) ઇબ્રાહીમભાઈ અલ્લારખાભાઈ હાલા (ઉ.60) રહે. મીલ સોસાયટી, રેલવે સ્ટેશન પાસે વાળાને
ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૬૫૦૦/- સાથે પકડીને ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધેલ છે…
કાર્યવાહી પો.હેડ.કોન્સ વાંકાનેર સીટી વિરેન્દ્રસિંહ હરભજી ઝાલા, પો.કોન્સ દર્શીતભાઇ ગીરીશભાઇ વ્યાસ, પો.કો ન્સ હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા, પો.કોન્સ રાણીંગભાઇ નાજભાઇ ખવડ તથા પો.કોન્સ.ભરતભાઇ વાલજીભાઇ દલસાણીયા દ્વારા કરવામાં આવી હતી…