વાંકાનેર: તાલુકાના સિંધાવદર ગામે જુગાર રમતા પાંચ જણાને પોલીસ ખાતાએ રોકડ રૂ.૧૮,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડેલ છે.
બનાવની પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ બાતમીના આધારે સીંધાવદર ગામના ગુલાબહુશેન મીમનજી શેરસીયા વાળો સીંધાવદર ગામે રેલ્વે સ્ટેશન સામે આવેલ શુભમ કોમ્પલેક્ષ-૨ માં બીજા માળે આવેલ પોતાની દુકાન નં.૧૬ માં બહારથી અન્ય માણસો બોલાવી
ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા પાંચ આરોપી સાથે પકડાયો છે. તેમની સામે જુગારધારા કલમ-૬ મુજબનું વોરંટ નંબર-૦૨/૨૦૨૪ તા.૧૦/૦૨/૨૦૨૪ થી તા.૧૧/૦૨/૨૦૨૪ સુધીની મુદતનુ મેળવેલ હતું.
આરોપીઓમાં (1) ગુલાબહુશેન મીમનજી શેરસીયા રહે. સીંધાવદર (2) આશીફ ઇકબાલભાઈ માડકીયા જાતે ઘાંચી રહે હાલ-મોરબી, મુળ ગામ-વાંકાનેર, લક્ષ્મીપરા શેરી નં.૨ (3) રફીકભાઈ અબુભાઇ કાફી જાતે આરબ મુસ્લીમ રહે.ખોજાખાના શેરી, વાંકાનેર (4) ઈસ્માઈલભાઈ ઈબ્રાહીમભાઈ સુમરા જાતે મુસ્લીમ રહે.લક્ષ્મીપરા શેરી નં.૨, વાંકાનેર અને (5) મુકેશભાઈ ભોગીલાલ શાહ જાતે વાણીયા રહે. જીનપરા શેરી નં 2 વાળાનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં અનાર્મ પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ હરીશચંદ્રસિંહ જાડેજા, એ.એસ.આઈ. ચમનભાઈ ચાવડા, સંજયસિંહ જાડેજા, રવીભાઈ કલોત્રા તથા વીજયભાઈ ડાંગર રોકાયેલ હતા.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો