કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ટ્રક હડફેટે બે બાઇકમાં સવાર પાંચને ઇજા

ઠીકરીયાળીથી લાકડધાર જતા રંગપર પાસે બનેલી ઘટના
અન્ય બે ઈજાગ્રસ્ત ઝીંઝુડાના

વાંકાનેર: લાકડધાર ગામે રહેતું એક કોળી પરિવાર ઠીકરીયાળા ગામેથી પરત ફરતું હતું ત્યારે રંગપર ગામ નજીક હાઈ-વે રોડ પર ટ્રક કન્ટેનરના ચાલકે અચાનક કાવુ મારતા મોટર સાયકલમાં સવાર પરિવાર નીચે પડી જતા બાળક સહિત ત્રણને અને કન્ટેનરના ચાલકે જોરથી બ્રેક મારતા અન્ય ડબ્બ્લ સવારી એક મોટર સાયકલ પણ આ કન્ટેનર સાથે અથડાતા ઝીંઝુડા ગામના બે જણાને ઇજાઓ થતા સારવારમાં છે…જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા હેતલબેન મેરામભાઈ કેશાભાઈ મકવાણા (ઉ.વ.૩૪) વાળાએ ફરીયાદ લખાવેલ છે કે મારા પતિ સાથે ગઈ તા.૨૨/૦૨/૨૦૨૫ ના રોજ સવારના હુ તથા મારો છ વર્ષનો દિકરો ચીરાગ ઠીકરીયાળી ગામે મારી બેન રંજનબેનના ઘરેથી લાકડધાર ગામ જવા અમારૂ સીડી ડિલકસ મોટર સાયકલ રજી નંબર.GJ-36-N-4845 વાળુ લઈને નીકળેલ, તે દરમ્યાન રંગપર ગામ નજીક રેડરેન સોલારના કારખાના પાસે હાઈ-વે રોડ પર પહોચતા અમારી આગળ એક ટ્રક કન્ટેનર રજી નં. GJ-18-AZ-8278 જતો હોય મારા પતિ મેરામભાઇએ આ કન્ટેનરની સાઇડ કાપવા જતા કન્ટેનરના ચાલકે અચાનક કાવુ મારતા અમારૂ મોટર સાયકલ ટ્રકની જમણી બાજુ ટાયરના જોટાની પાછળના ભાગે અથડાતા અમો રોડ પર નીચે પડી ગયેલ અને આ વખતે કન્ટેનરના ચાલકેજોરથી બ્રેક મારતા ટ્રકની પાછળ આવી રહેલ અન્ય ડબ્બ્લ સવારી એક મોટર સાયકલ પણ આ કન્ટેનર સાથે અથડાતા તેઓને પણ ઇજાઓ થયેલ. કન્ટેનરનો ડ્રાઇવર વાહન રોડ ઉપર મુકીને જતો રહેલ. આ વખતે ત્યા બાજુમા આવેલ કારખાનાના માણસો આવી ગયેલ હતા. મારા પતિ મેરામભાઇને ૧૦૮ એમ્યુલન્સમા અને હુ તથા મારો દિકરો તેમ જ અન્ય મોટર સાયકલ વાળા બે માણસો પણ એક ઇકોગાડીમા બેસી વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે સારવાર માટે આવેલ. ફરજ પરના ડોકટરશ્રીએ મારા પતિને છાતીના ભાગે ઇજાઓ થયેલ હોઈ તેમજ મને માથાના ભાગે તથા મારા દિકરા ચીરાગને શરીરે છોલછાલની તથા મુંઢ ઇજાઓ થયેલ હોવાનુ જણાવેલ અને આ વખતે મારા કાકાજી સસરા ધરમશીભાઇ તથા મારા કુંટુંબીક ભત્રીજા અલ્પેશભાઇ પણ આવી ગયેલ. અન્ય હોન્ડા મોટર સાયકલ રજી નંબર.કોઠારીયા જમાતે નક્કી કર્યું: તમે પણ કરોGJ-13-BD-6823 વાળુ હતું, જે ઝીંઝુડા ગામના શૈલેષભાઇ સારલા તથા પ્રવિણભાઇ સારલા છે, અને શૈલેષભાઇને માથા-જમણા પગમા તથા પ્રવીણભાઈને નાકના ભાગે ફેકચર- માથાના ભાગે ઇજાઓ થયેલ. બાદ અમો બધાને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરેલ. મારા પતિ મેરામભાઈને છાતીના ભાગે ફેફસામા તથા છાતીના હાડકામા ગંભીર ઇજાઓના કારણે તેઓ બોલી શકતા ન હોય તેઓની હાલમા રાજકોટ ખાતે વધુ સારવાર ચાલુ છે. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!