વાંકાનેર જીનપરા સાતનાલા પાસે પાંચ જણાને જુગાર રમતા પોલીસ ખાતાએ પકડેલ છે…..

જાણવા મળ્યા મુજબ વાંકાનેર જીનપરા સાતનાલા પાસે (1) સમીરભાઇ ઉર્ફે સમલો ઇકબાલભાઇ મેમણ (ઉ.વ.34) રહે. જીનપરા

જકાતનાકા (2) અનીલભાઇ ધીરૂભાઇ વીઝવાડીયા (ઉ.વ.35) રહે. જીનપરા જકાતનાકા (3) વીપુલભાઇ કાળુભાઈ કોળી, રહે. જીનપરા

(4) રફીકભાઈ જુમાભાઈ કુરેશી રહે. જીનપરા (5) સલીમ રસુલભાઇ બાવરા રહે. વાંકિયા વાળા ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના

પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂગ. ૨૧૩૦/- તથા વીવો કંપનીનો સીસ્વર બોડી વાળો

મોબાઇલ જેની કિંમત રૂા. ૪૦૦૦/- ના ગણી કુલ રૂા.૬૧૩૦/- ના મુદામાલ સાથે પકડી પોલીસ ખાતાએ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે….
