કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઢોર ચરાવવા બાબતે પાંચ જણાએ માર માર્યો

ગુંદાખડામાં લાકડી પાઇપ ઉડયા: રાજકોટ સારવારમાં

દારૂ અંગેના ગુન્હા

વાંકાનેર: તાલુકાના ગુંદાખડા ગામે તળાવ પાસે માલ-ઢોર ચરાવવા બાબતે પાંચ જણા ઉપર લાકડી પાઇપથી માર માર્યાની અને હથીયારબંધી જાહેરનામાનો ભંગની માલધારીએ ફરિયાદ કરી છે…

બનાવની વિગત મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામના રહીશ ભરવાડ કરમણ ખીમાએ ફરિયાદ કરી છે કે પોતે તા.૧૦/૧૨/૨૦૨૩ ના સવારના માલઢોર લઈ ચરાવવા માટે વેલાભાઈ ગોકળભાઈ બાંભવા તેમજ રામાભાઈ સીંધાભાઈ બાંભવા સાથે નીકળેલ હતા. ગામના પાદરના તળાવ પાસે કનડેશ્વર મહાદેવના મંદિર પાસે પોપટભાઈ કરમશીભાઈ સાપરા આવીને ગાળો બોલીને તેના હાથમાં રહેલ લાકડીનો એક ઘા હાથ ઉપર મારેલ. ત્યારે ભકા પોપટ, વિહાભાઈ માધાભાઈ સાપરા તેમજ રવજી પોપટ સાપરા પણ આવેલ અને ગાળો દઈ ઢીકાપાટુનો માર મારવા લાગેલ. પોપટભાઈએ બીજો ઘા ગળાના ભાગે મારેલ. તેમજ રવજી પોપટે બળીકુ મારેલ. વેલાભાઈ તેમજ રામાભાઈ વચ્ચે પડી છોડાવેલ…


ગામમાં રણછોડભાઈ સીંધાભાઈ બાંભવાને પણ જમણા પગે મુંઢમાર લાગેલ. ભરવાડપરાના નાકા પાસે બપોરના કોળીના માણસો ભેગા થયેલ હતા, અને ગામના પોપટ કરમશી સાપરા, રવજી પોપટ સાપરા, ભકા પોપટ તેમજ દર્શન ચોથા સાપરા લાકડી અને પાઈપ મારેલ.
આથી મયુરભાઈ ગેલાભાઈની કારમાં રાજકોટ આવી હોસ્પિટલમાં સારવાર લીધેલ હતી. પોલીસખાતાએ કલમ-૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરુ કરેલ છે.

દેશી દારૂ સાથે
શક્તિપરા ઝાંપા પાસે રોશનબેન આમદભાઈ કટિયા પાસેથી 8 કોથળી, માટેલ સ્ટેફીના સીરામીક કારખાના પાસે વસંતબેન રમેશભાઈ સાડમિયા પાસેથી 56 કોથળી, રૂગનાથજી શેરી કડિયાવાડના ભૂપેશ ઉર્ફે મુન્નો દેવજીભાઈ કાચા (કુંભાર) પાસેથી પાડધરા પુલ પાસે 4 કોથળી અને પંચાસિયાના ડોરી જવાના રસ્તેથી મહેશ બનાભાઇ વિકાણી પાસેથી 25 કોથળી દેશી દારૂની પકડાઈ.
પીધેલ પકડાયા
શક્તિપરા હસનપરના જીવા લાખાભાઇ મકવાણા, કુંભારપરા ભઠ્ઠી વિસ્તારના મહમદઈકબાલ હુસેનભાઇ કાજી અને નવા પંચાસરના નાગજી રણછોડભાઈ પનારા પીધેલ પકડાયા છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!