કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કોટડાનાયાણીમાં પાંચ જણા જુગાર રમતા પકડાયા

સર્પાકારે વાહન ચલાવતા બે અને છરી સાથે એક પકડાયો

વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણી ગામે રાજકોટના ત્રણ સહિત પાંચ જણા જુગાર રમતા પોલીસ ખાતાએ પકડેલ છે….

જાણવા મળ્યા મુજબ કોટડાનાયાણી ગામે અક્ષર મોલ-દુકાન વાળી શેરીમાં ચોક પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં તીન પતિનો જુગાર રમતા (1) અમજાનભાઈ ઉર્ફે પીન્ટુભાઇ સમા (ઉ.વ.32) રહે. કોટડા નાયાણી (2) ઉમરભાઈ આદમભાઇ ચાનીયા રહે. પોપટપરા માઉન્ટેન પોલીસ લાઇન પાછળ કવાટર્સ રાજકોટ (ઉ.વ. 53) (3) ઇમ્તીયાજભાઈ જુસબભાઈ સુમરા (ઉ.વ. 30) રહે. રાજકોટ રેલનગર આવસ કવાટર્સ રાજકોટ (4) ગીરીરાજસિંહ શક્તિસિંહ જાડેજા (ઉ.વ. 40) રહે. કોટડાનાયાણી (5) અનવરભાઈ હાજીભાઈ સમા (ઉ.વ. 35) રહે. રાજકોટ પોપટપરા માઉન્ટેન પોલીસ લાઇન પાછળ વાળાને રોકડા રૂપીયા.૧૧૩૯૦ સાથે પકડેલ છે અને જુ.ધા. કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધ્યો છે…સર્પાકારે વાહન ચલાવતા પકડાયા (1) વાંકાનેર કુંભારપરાના પ્રદીપભાઈ અશોકભાઈ સારદીયા (ઉ.વ.21) ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં તેમજ કાર ચલાવવાના ડ્રાઇવીંગ લાયસન્સ વગર પોતાના હવાલાવાળી ઇકો કાર નં.જી.જે. ૩૬ એલ. ૩૯૬૪ કી.રૂ.૨,૫૦,૦૦૦ વાળી જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫,૩, ૧૮૧ તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ નોંધી કાર કબ્જે કરી છે….
(2) તેવી જ રીતે વાંકાનેર હશનપર, રેલ્વે સ્ટેશનની બાજુમાં રહેતા રાહુલભાઈ વીનોદભાઈ સારલા જાતે કોળી (ઉ.વ. 23) ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં સી.એન.જી. રીક્ષા ચલાવવાના ડ્રાઇવીંગ લાઇસન્સ વગર પોતાના હવાલાવાળી સી.એન.જી. રીક્ષા રજી.નંબર જી.જે. ૩૬ ડબલ્યુ ૮૪૮૪ કિંમત રૂ. ૧,૦૦,૦૦૦ વાળી જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫,૩, ૧૮૧ તથા પ્રોહીબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ નોંધી રીક્ષા કબ્જે કરી છે…

પેન્ટના નેફામાં એક ધારદાર છરી: વાંકાનેર હસનપર રેલવે સ્ટેશનની બાજુમાં રહેતા મેરાભાઈ નરશીભાઈ પીપળીયા જાતે કોળી (ઉ.વ.26) ગેરકાયદેસર રીતે પેન્ટના નેફામાં એક ધારદાર છરી કી.રૂ.૫૦ ની રાખી સી.એન.જી. રીક્ષા રજી.નં.જી જે ૩૬ ડબલ્યુ ૮૪૮૪ વાળીમાં પાછળ બેસી નીકળી મળી આવી મહે. જીલ્લા મેજી. સા. મોરબી નાઓના હથીયાર બંધી જાહેરનામા નં. જે. એમએજીક. ૩૭(૧)જા.નામુવ૩૦ ૭, ૨૦૨૪ તા.૩૦,૦૭,૨૦૨૪ નો ભંગ કરતા ગુન્હો જી.પી.એકટ કલમ ૩૭૧, ૧૩૫ મુજબ નોંધી આગળની કાર્યવાહી કરેલ છે…

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!