કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બે બનાવમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

પોલીસ સ્ટેશનેથી

વાંકાનેર શહેરમાં જુગાર રમતા બે જગ્યાએથી પોલીસ ખાતાએ પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે.


(1) મચ્છુ નદીના કાંઠે ઇંટોના ભઠ્ઠા પાસેથી વાંકાનેર આરોગ્યનગર શેરી નં-૫ માં રહેતા અબ્દુલભાઈ મુસાભાઈ દલ અને (2) બસ સ્ટેશન પાસે રહેતા ગોવિંદભાઈ પ્રેમજીભાઈ દેગામા સામે જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાના વતી પૈસાની લેતી દેતી કરી તીનપતીનો હારજીતનો જુગાર રમી રમતા કાર્યવાહી કરવામાં આવી છે. રોકડા રૂ.૧૫૬૦/-નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.


બીજા બનાવમાં વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન બપોરના સમયે શહેરના ટાઉનહોલ પાછળ મચ્છુ નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓ પર પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર (3) છગનભાઇ પ્રાગજીભાઈ ખાંડેખા રહે. ગાયત્રી મંદિર, મફતિયાપરા, (4) રધુભાઈ અમરશીભાઈ સારદીયા રહે. કુંભારપરા શેરી નં 5 અને (5) મેહુલભાઈ વિનયચંદ્ર મારૂ રહે. નગરપાલિકા સામે માર્કેટ નીચે ને રોકડ રકમ રૂ. 2230 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

પોલીસ સ્ટેશનેથી

ધોકા સાથે ઝડપાયા:
(1) રંગપરના પ્રદીપ અનકભાઈ બછીયા અને (2) ટંકારા તાલુકાના નસીતપરના જેમલ ખેતાભાઈ રગીયાને જીનપરા જકાતનાકા પાસેથી હથિયાર ધારાના જાહેરનામાનો ભંગ કરીને લાકડાના ધોકા સાથે પોલીસ ખાતાએ પકડી પાડયા છે.
નશા સાથે વાહન ચલાવતા:
(1) સતાપરના રાજુ ખીમજીભાઈ ગણાદિયા અને (2) નાળિયેરી (ચોટીલા) ના શામજી તેજાભાઈ માલકિયા કેફી પ્રવાહી પી ને સર્પ આકારે મોટર સાયકલ ચલાવતા વાહન સાથે ધરપકડ.
પીધેલ:
(1) મિલ પ્લોટ નવજીવન સોસાયટી સામે રહેતા પ્રેમજી ભીખાભાઇ બોરીચા અને (2) ચંદ્રપુર રોડ જલારામ જીન આગળ રહેતા કાસમ ઉર્ફે કુહાડી ઇસ્માઇલ સંઘવાણી પીધેલ પકડાયા છે.
ટ્રાફિક નિયમનો ભંગ:
(1) ભલગામના ભરત બાબુભાઇ મારુ અને (2) હસનપર રેલવે ફાટક પછી રહેતા મનીષ મોહનભાઇ મકવાણા ટ્રાફિક નિયમનો ભંગ કરતા પકડાયા છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!