કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ફિઝા બાદીનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ સન્માન

ફિઝા બાદીનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ સન્માન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વિશેષ સન્માન કરાયું

સંસ્કૃતિ વિદ્યાલય, વાંકાનેરની વિદ્યાર્થીની તરીકે ફિઝાએ મહેનત અને લગનથી આ નોંધપાત્ર સફળતા મેળવી

વાંકાનેર: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓ અને દીકરીઓને સન્માનિત કરવામાં આવી હતી. આ અવસરે વાંકાનેરની તેજસ્વી દીકરી ફિઝા મકબૂલભાઈ બાદીનું પણ “વ્યક્તિ વિશેષ સન્માન અભિવાદન” કરી બિરદાવવામાં આવ્યું હતું.

વર્ષ ૨૦૨૫માં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે સ્થાન મેળવતા ફિઝા બાદીએ પોતાના માતા-પિતા, પરિવાર, ગામ તેમજ વાંકાનેર તાલુકાનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે. સંસ્કૃતિ વિદ્યાલય, વાંકાનેરની વિદ્યાર્થીની તરીકે ફિઝાએ મહેનત અને લગનથી આ નોંધપાત્ર સફળતા મેળવી છે.

આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફિઝાને સન્માનિત કરી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ફિઝાની આ સિદ્ધિ અન્ય દીકરીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે અને સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે. સ્થાનિક લોકો તથા શિક્ષણપ્રેમીઓએ પણ ફિઝા બાદીને અભિનંદન પાઠવી તેની આ સફળતાને ગૌરવની ક્ષણ ગણાવી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!