‘જીવણ જગાવે ઠાકર જાગ્યો’ આલ્બમ લોન્ચ
થાન, વાંકાનેર, મોરબી, મકનસર, રાજકોટ અને આજુબાજુના ગામડાંઓના વડીલો માટે બસોનુ આયોજન
વાંકાનેર તા.૨૭ ના રોજ સૌરાષ્ટ્ર મા વસતા સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા દ્વારીકાધીશ મંદીરે ઘજારોહણ ઉત્સવ આયોજન થયુ હતુ જે ઐતિહાસીક અને ભવ્ય રિતે સંપન્ન થયો આ આયોજન ઐતિહાસીક એટલા માટે રહ્યુ કેમકે સમાજ ધરમના તાતણે બંધાય અને એક થાય બધાનુ કલ્યાણ થાય એ ભાવ સાથે દ્વારીકાધીશને ધજારોહણ ઉત્સવ થયો હતો જે સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજની પોણા બસો વર્ષ પૂર્વેની ગુરૂગાદી છે જેના સ્થાપક આદીગુરૂ જીવણ સ્વામિ બાપુ હતા જે પરંપરામા પ્રેમદાસ બાપુ જેવા બ્હમનિષ્ઠ સંત થય ગયા હાલ ગુરૂગાદી હડમતિયાના ઠાકર તથા મહંત શ્રી મેહુલદાસ બાપુના નેજા હેઠળ સારાય વરિયા સમાજના એક એક ઘરની ઘજા ,એક એક ઉબરાદીઠ સહયોગથી આ આયોજન સફળતા થી પુર્ણ થયુ એટલે વિશેષ અને ઐતિહાસીક રહ્યુ જે પ્રથમ વખત જ થયુ.
આગલા દીવસે તા.26 ના રોજ થાન,વાંકાનેર,મોરબી,મકનસર,રાજકોટ અને આજુબાજુ ના તમામ ગામડાંઓ મા વસતા 55-60 વર્ષ અને ઉપરના વડીલો માટે બસોનુ આયોજન કરેલુ હતુ.તમામ મુસાફરો માટે ખંભાળીયા નટુ ભગતના આશ્રમ મા ભોજન પ્રસાદ નકલંકધામ વિકાસ સેવાયજ્ઞ સમિતી દ્વારા આયોજન કરવામા આવ્યુ હતુ.રાત્રે ખુબ ઉત્સાહ અને ઉમંગભેર તમામ કૃષ્ણ ભગતો તન મનથી રાસોત્સવ માણ્યો હતો જેમા ગોવિંદ ગઢવિ,ગોપાલ ભરવાડ અને મોતીભાઈ ભરવાડે પોતાની સંગીતમય ટીમ સાથે ભારે જમાવટ કરી.
તેમજ હડમતિયા ગુરૂઓની તપોભુમિના ઉજળા ઈતિહાસ ની ગાથા ગાન વર્ણવતુ એક વિડીયો આલ્બમ લોંન્ચ કરવામા આવ્યુ જેનુ ટાઇટલ છે “જીવણ જગાવે ઠાકર જાગ્યો ” શ્વર રસિક મારાજ કાપડી અને શબ્દ રચના કવિ હર હષૅદરાય કણસાગરાની છે.ઘજાજી ને સવા બે કીલો ચાંદીની ટોપલી મા મુકી સામૈયુ કરવામા આવ્યુ હતુ જે વાંકાનેર ના એક યુવાને સુઘ્ઘ ભાવથી અર્પણ કરી હતી.
આ ઉત્સવ મા પુજ્ય સંતો મહંતો હાજર રહ્યા હતા જેમા જદુરામબાપુ તથા પ્રભુદાસબાપુ ચુલીધામ – ચુલી,મહંત શ્રી છબીલદાસબાપુ રઘુનાથજી મંદીર – વાંકાનેર,મહંત શ્રી બંશીદાસ બાપુ – મેસરીયા,ખોડીયાર મંદિર – માટેલ મહંત શ્રી,યોગીશ્રી જયરાજ નાથજી બાપુ, રેવાદાસજી ,જયરામદાસ બાપુ,જેમલ ભગત,રાજુભાઈ ચાપબાઈના તેમજ નામી અનામી પંદર જગ્યાના સંતો મહંતો ઉપસ્થિતી રહ્યા હતા.
આ આયોજની સફળતા નો સંપુર્ણ જસ નકલંકધામ વિકાસ સેવાયજ્ઞ સમિતી ના સભ્યોના ફાળે જાય છે જેમા સંજય બદરેકીય, નવનિત નદાસિયા,હષૅદ ઉટવાડીયા,નયન ભોરણીયા,મહેશભાઈ કણસાગરા ,હષૅદરાય કણસાગરા,નિતિન મોદી,સંજય નારણીયા,કીરીટ બોપલીયા ,સની નારણીયા અને બે દીવસ દરમિયાન નવથી દસ હજાર લોકોને મઘુર સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ બનાવી આપવાની સેવાનો જસ યતિનભાઈ સવાડીયાનો છે તેમજ વરિયા પ્રજાપતિ સમાજના યુવકો,માતાઓ બહેનો વડિલો ભારે ઉત્સાહ પૂર્વક જહેમત ઉઠાવી હતી.
આ ઉત્સવમા પુજય સંતો મહંતો હાજર રહ્યા હતા. જેમા જદુરામબાપુ તથા પ્રભુદાસબાપુ ચુલીધામ – ચુલી, મહંત શ્રી છબીલદાસબાપુ રઘુનાથજી મંદીર – વાંકાનેર, મહંત શ્રી બંશીદાસ બાપુ – મેસરીયા, ખોડીયાર મંદિર – માટેલ મહંત શ્રી, યોગીશ્રી જયરાજ નાથજી બાપુ, રેવાદાસજી, જયરામદાસ બાપુ, જેમલ ભગત, રાજુભાઈ ચાપબાઈના તેમજ નામી-અનામી પંદર જગ્યાના સંતો મહંતો ઉપસ્થિતી રહ્યા હતા.
સંજય બદરેકયા, નવનિત નદાસિયા, હર્ષદ ઉંટવાડીયા, નયન ભોરણીયા, મહેશભાઈ કણસાગરા, હર્ષદરાય કણસાગરા, નિતિન મોદી, સંજય નારણીયા, કીરીટ બોપલીયા, સની નારણીયા અને બે દીવસ દરમિયાન નવથી દસ હજાર લોકોને સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ બનાવી આપવાની સેવાનો જસ યતિનભાઈ સવાડીયાનો છે, તેમજ વરિયા પ્રજાપતિ સમાજના યુવકો, માતાઓ બહેનો વડિલો ભારે ઉત્સાહ પૂર્વક જહેમત ઉઠાવી હતી.