કોઈ પાકિસ્તાની ધ્વજ કે ઝંડા જોવા મળ્યા ના હતા: પોલીસ તંત્ર
વાંકાનેર: દૈનિક અખબારમાં પ્રગટ થયેલ અહેવાલ મુજબ પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે આવેલ પ્રાથમિક શાળામાં પાકિસ્તાની ધ્વજ જેવા શંકાસ્પદ પતાકડા લગાવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે દોડી જઈને તપાસ હાથ ધરી હતી તો શિક્ષણ વિભાગમાં પણ દોડધામ મચી છે. પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે તો બનાવ અંગે શિક્ષણ વિભાગને પણ જાણ થતા જ શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે….
આ અંગે વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ.એચ. સારડાએ જણાવ્યું હતું કે, પોલીસની ટીમે શાળાની મુલાકાત કરી દરમિયાન કોઈ પાકિસ્તાની ધ્વજ કે ઝંડા જોવા મળ્યા ના હતા….
વાલાસણના માજી સરપંચ ઇસ્માઇલભાઈ કડીવારનો સંપર્ક કરતા પાકિસ્તાની ધ્વજ જેવા કોઈ પતાકડા લગાવ્યાનો ઇન્કાર કર્યો હતો, વર્તમાન સરપંચ બશીરભાઈનો સંપર્ક થઇ શક્યો નથી, આમ આ મુદ્દે રજનું ગજ થયાનું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે…