ભાજપ કાર્યાલયમાં અર્પણ કરાઇ
ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે શહીદ ભગતસિંહજીની જન્મ જયંતી નિમિત્તે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા સંગઠન પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા તથા શહેર કાર્યાલય મંત્રી મૂળજીભાઈ ગેડિયા, અનું. જાતિ મોરચા પ્રમુખ મુકેશભાઈ સોલંકી, શહેર કિસાન મોરચા પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા નોટરી વકીલ તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા.