મચ્છુ ડેમ-૧, જોધપરથી કાશીપર રિફાઇનરી પાઇપલાઇન અને રેલ્વે સ્ટેશન વિસ્તારનો સમાવેશ
વાંકાનેર: મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી. પંડ્યા દ્વારા જિલ્લાના ૧૦૧ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીયલ મિસાઇલ કે પેરાગ્લાઇડર રીમોટ કન્ટ્રોલ, માઇક્રો લાઇટ એરક્રાફટ ચલાવાની મનાઇ ફરમાવવામાં આવી છે.
માહિતી બ્યુરો, મોરબીનાં જણાવ્યા અનુસાર, આ ૧૦૧ પ્રતિબંધિત વિસ્તાર પૈકી નવલખી પોર્ટ, મચ્છુ ડેમ-૧ અને ૨, બ્રાહ્મણી ડેમ-૧ અનેર, ડેમી ડેમ ૧ અને ૨, બંગાવડી ડેમ, નવલખી દરીયાઇ વિસ્તારના આઈસલેન્ડના ૨ કિ.મી.ના વિસ્તારમાં, મોરબી સબ જેલની ૨૫૦ મીટર વિસ્તારમાં, આઇ.ઓ.સી. પાઇપ લાઇન, ક્રેઇન ઇન્ડિયા પ્રા. લી. કંપની, વાછકપર, ભારત ઓમાન રિફાઇનરી પાઇપલાઇન જોધપરથી કાશીપર, ગેઇલ ઇન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપ લાઈન કુતાસી થી હરીપર, જિલ્લામાંથી પસાર થતી ગેસ ઓઇલની પાઇપ લાઇન ડિસ્ટ્રીક કોર્ટ, કલેકટર ઓફિસ, એસ.પી. ઓફિસ, પોલીસ હેડ ક્વાટર્સ, ટેલીફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, પરા બજાર મોરબી, બસ સ્ટેશન, સીવીલ હોસ્પીટલ, નવલખી, જુના અંજીયાસર ફીસીંગ પોઇટ તેમજ જિલ્લામાં આવેલ વીજ સબ સ્ટેશનોના ૧૦૦ મીટરનાં વિસ્તારમાં, મયુર બ્રિજ, રેલ્વે સ્ટેશન વાંકાનેર ૫૦ મીટરના, રેલ્વે સ્ટેશન મોરબીના ૧૦૦ મીટરના વિસ્તારમાં આ જાહેરનામું ૩૦ નવેમ્બર- ૨૦૨૩ સુધી અમલમાં રહેશે.