કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ખનીજચોરી પર રાજકોટની ફ્લાઈંગ સ્કોડ ત્રાટકી

અંદાજે એકાદ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો, દિપક નામનો શખ્સ ખનીજચોરીનો સૂત્રધાર હોવાનું ખુલ્યું

વાંકાનેર : વાંકાનેર પંથકમાં ખનીજચોરી પર રાજકોટની ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ ત્રાટકી હતી અને વાંકાનેરના રાજગઢ ગામે ખનીજચોરી પર દરોડા પાડી અંદાજે એકાદ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળે છે. રાજકોટની ટીમના ખનીજચોરી પર દરોડથી ખનીજ માફિયાઓમાં ફફડાટ મચી ગયો છે.

વાંકાનેરમાં ખનીજચોરી પરના દરોડાના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આજે રાજકોટની ફ્લાઈંગ સ્ક્વોડની ટિમ દ્વારા વાંકાનેર પંથકમાં ખુલ્લેઆમ ચાલતી ખનીજચોરી પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં આ રાજકોટની ટીમ ખાસ કરીને વાંકાનેર રાજગઢ ગામની સીમમાં ગેરકાયદે ધમધમતા ખનનન પર ત્રાટકીને ખનીજચોરીની સઘન તપાસ કરવામાં આવી હતી અને આ ટીમ દ્વારા વાંકાનેરના રાજગઢ ગામે ખનીજચોરી કરનાર બે ટ્રક, એક હિટાચી મશીન સહિત આશરે 1 કરોડનો મુદામલ જપ્ત કરવામાં આવ્યો હતો

અને રાજકોટની આ ટીમના તપાસમાં હાલ દિપક નામના શખ્સનું આ ખનીજચોરીમાં મુખ્ય સૂત્રધાર તરીકે નામ ખુલ્યું છે અને આ શખ્સ જ ખનીજચોરી કરાવતો હોવાનું બહાર આવ્યું છે. રાજકોટની ટીમના દરોડાથી ખનીજ માફિયાઓ હલચલ મચી ગઇ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!