4 લોકોને મોરબી સિવિલમાં ખસેડાયા
વાંકાનેર: અહીં ગઈ કાલે લગ્નના જમણવારમાં બીરિયાની ખાધા બાદ અનેક લોકોને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઘણા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે…


જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં એક લગ્ન પ્રસંગમાં ગઈ કાલે રાજકોટથી જાન આવી હતી. આ વેળાએ નોન વેજ બીરિયાની ખાધા બાદ અનેક લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે. અમુક લોકોને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો 4 લોકોને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે…

