વાંકાનેર : દેશભરમાં અસંગઠિત ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં આશરે 25 લાખ ઉદ્યોગો છે. કુલ એકમો પૈકી 66% એકમો ગ્રામીણ ક્ષેત્રોમાં હાલમાં કાર્યરત છે. ત્યારે આ ઉદ્યોગોને મુશ્કેલીઓમાં અત્યાધુનિક ટેકનોલોજી અને તેને સંલગ્ન સાધનો, તાલીમ, સંસ્થાકીય સહાયની ઉપલ્બધતા, ઉત્પાદનની ગુણવતાના માપદંડોની જાણકારી અને બ્રાન્ડિંગ તથા માર્કેટીંગ વગેરે બાબતે માર્ગદર્શન મળી રહે તે માટે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે PMFME યોજના અંતર્ગત ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ સાહસિકોની શિબિર યોજાઈ હતી.


ગાંધીનગર ગુજરાત ફૂડ સ્ટેટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ યોજનાનો લાભછેવાડાના માનવી સુધી પહોંચે એ માટે PMFME યોજનાનાં પ્રોજેકટ મેનેજર હેતલ પાઠક SMPU- ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું…
