સતત ચોથા દિવસથી રસોડું ચાલી રહ્યું છે
પાડધારાના માજી સરપંચ રાજનભાઈ ડૈણીયાની એક યાદી મુજબ વાંકાનેર ગ્રામ્ય વિસ્તાર અને ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 67 વાંકાનેર-કુવાડવા વિસ્તારના ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી દ્વારા સ્વખર્ચે રસોડું ચાલી રહ્યું છે.
આ રસોડામાં બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે સતત ચોથા દિવસથી રસોડું ચાલી રહ્યું છે, ત્યારે આજ રોજ બપોરે શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં આશરે ૫૦૦ માણસ કરતાં વધારે લોકોએ ભોજન લીધું હતું. લોકોમાં માનવતાના આ કામની પ્રશંષા થઈ રહી છે.