કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જમીનો અંગેની સમસ્યાગ્રસ્ત ખેડૂતો માટે

ખેતીની જમીનના જીલ્લાના મુખ્ય નિયંત્રક કલેકટર છે

કૌભાંડ અધિકારીઓ કરે છે અને ખેડૂતો પીડાય છે

લેન્ડ ગ્રેબીગ કાયદા મુજબ ખેતીની જમીનમાં રેકોર્ડની તમામ પ્રક્રિયા સરકારી મહેસુલ નોકરીયાતોની હોય છે
કોઇપણ ઇનામી, દેવસ્થાન કે મંદિરની જમીનો, દિવેલીયા અંગેનું પ્રમોલગેશન થવા સમયે ગામ નમુના નંબર ૩ માં નોંધાયેલ હોવું જોઇએ

ખેતીની જમીન વિશે સૌથી મહત્વની બાબત એ છે કે, જમીનો અંગેનો તમામ રેકોર્ડ કાયદા મુજબ લખવા અને નિભાવવાની ફરજ અને જવાબદારી તલાટી, સર્કલ, નાયબ મામલતદાર, મામલતદાર, શીરેસ્તેદાર, પ્રાંત અધિકારીની છે, કોઇ ખેડૂત જાતે રેકોર્ડ લખતા નથી, કોઇ વારસાઇ કે પ્રમોલગેશન ખેડૂતો પોતે કરતાં નથી, ૭-૧૨ અને હક નોંધ લખવાનું કામ મામલતદાર કચેરીમાં સર્કલ અને મામલતદાર કરે છે, હકપત્રકમાં મામલતદાર દ્વારા મંજુર થયેલ નોંધ લખવાનુ કામ તલાટી કરે છે, મહેસૂલી રેકોર્ડ સરકારી કચેરીઓમાં હોય છે, એટલે જમીનમાં કૌભાંડ થાય તો એમાં મૂળ ગુનેગાર મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીના નોકરીયાત અધિકારીઓ અને કર્મચારીઓ હોય છે,

નદી કાંઠાની જમીનોના કેસોમાં મચ્છુ હોનારતમાં રેકોર્ડ તણાય જવાથી નાશ થયાનું સરકારી અધિકારીઓ રજુ કરે છે, પરંતુ મચ્છુ હોનારત મોરબીમાં થયેલ છે. રાજકોટમાં થયેલ નથી; તેથી મોરબી જીલ્લાની જમીનોના મુળ ખેડૂત રેકોર્ડ અને હક ચોકસી ટીપ્પણ વગેરે રેકોર્ડ મોરબી (જુના રાજકોટ) જીલ્લા લેન્ડ રેવન્યુ કચેરીમાં કાયમી હોય છે. જીલ્લાના કોઇપણ ખેડૂત અને ખેતી વિશેના હક, સર્વે નંબર વગેરે માહિતીનો રેકોર્ડ લેન્ડ રેવન્યુ રેકર્ડમાં હોય તેના ઉપરથી દરેક ગામના ખેડૂત ખાતેદાર અને તેના કબ્જા ભોગવટા ખેતીની જમીનોના સર્વે નંબરો તથા ક્ષેત્રફળની માહિતી આધારે દરેક ખેડૂતનો હક, વારસાઇ સરળતાથી નક્કી કરી શકાય છે, જેથી કોઇ ખેડૂતની જમીનોના રેકોર્ડ મળતા ના હોય તો જીલ્લા રેવન્યુ રેકર્ડમાંથી સાચી વિગતો મેળવી શકે છે.

ભારત આઝાદ થયા પછી, ૧૯૫૦ માં પ્રજાસતાક થયા પછી બધા નાગરિકોને સમાન દિવાની અધિકારો મળ્યા છે તે મુજબ ૧૯૫૧ થી ૧૯૫૭ સુધીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ માં ગણોત, બારખલી અને જમીન સુધારણાના કાયદાઓ મુજબ ‘ જાતે ખેતી કરતા હોય તેના કબ્જા ભોગવટાની જમીનોમાં ટોચ મર્યાદાનુ પાલન થાય તેટલી જમીનોના ખેડૂતો અને જમીનોનું પ્રમોલગેશન કરવામાં આવ્યું છે, આ પ્રમોલગેશનનુ કબ્જા હક પત્રકના નોંધણી કરવામાં આવી હતી, જેમાં ખેતીની ગણોત અને બારખલી મુજબ જમીનના ખેડૂતોનું ગામ નમુના નંબર ૧ ની યાદી તૈયાર કરવામાં આવી તેમજ મંદિરો, ધર્મસ્થાનો અને સરકારના (રાજવીઓના) ઇનામમાં મળેલી જમીનોની યાદી ગામ નમુના નંબર ૩ માં કરવામાં આવી છે.

કોઇપણ ઇનામી, દેવસ્થાન કે મંદિરની જમીનો, દિવેલીયા અંગેનું પ્રમોલગેશન થવા સમયે ગામ નમુના નંબર ૩ માં નોંધાયેલ હોવું જોઇએ, જે જમીનો અને ખેડુતોના નામ અને સર્વે નંબર ગામ નમુના હક પત્રક નમુના નંબર ૧ માં લખેલા નોધાયેલા હોય તે ગણોત/બારખલી/ઇનામી એમ કોઈપણ કાયદા મુજબ સ્વતંત્ર કબજેદાર ખેડૂતો ગણાય છે.

જે સમયે ૧૯૫૭ સુધીમાં પ્રમોલગેશન થવા સમયે જે પાંજરાપોળ, ગૌશાળા, હોસ્પિટલ, મંદિરો, દેવસ્થાન વગેરે સાર્વજનિક હેતુની જમીનો સાર્વજનિક ટ્રસ્ટ એક્ટ પ્રમાણે નોંધાયેલ ટ્રસ્ટની જમીન તરીકે નોંધાયેલ જમીન હોય તો તે સરકારી કક્ષાની સાર્વજનીક સંપતિ છે, તેમાં કોઇનો ખેડૂત હક લાગતો નથી,

પાંજરાપોળ, મંદિરના ટ્રસ્ટની ખેતીની જમીનો વેચાણ કરી શકાય નહીં, ચેરીટી કમિશ્નરે મિલ્કત વેચવાની મંજૂરી આપે પછી પણ ટ્રસ્ટની ખેતી જમીન વેચાણપાત્ર નથી, ચેરીટી કમિશ્નર સરકારી નોકરીયાત છે. સરકારના માલીક નથી, ખેતીની જમીનના જીલ્લાના મુખ્ય નિયંત્રક કલેકટર છે, તેથી કોઇપણ પ્રકારના જાહેર સંપતિની ખેતી જમીન વેચાણ માટેની મંજુરી કલેક્ટરે રાજ્યની મંજુરી બાદ આપવાની સતા છે તેથી ગૌશાળા, પાંજરાપોળની જમીનો અબોલ પશુઓના નિર્વાહની જમીનો નખ્ખોદીયા જમીનો ગણાય છે, તેથી બીજા ખેડૂતોને કે બીજા ઉપયોગમાં વેચાણ કરવામાં આવતી નથી.

દિવેલીયા જમીનો, નખ્ખોદીયા જમીનો અને વંધતની જમીનો તથા (પાળીયા) બલિદાનની જમીનો તથા જીયારત જમીનો આ જમીનો પૈકી જીયારતની જમીનોના કબ્જા ભોગવટાના હક ખરીદ વેચાણ કરવામાં આવે છે; તે સિવાયની અબોલ પશુઓની નખ્ખોદીયા આને દિવેલીયા જમીનોના પાપ કરેલાઓએ અંતે પાપ ભોગવવા પડે છે.

ખેડુતો માટે સૌથી મહત્વની બાબત કે કોઇ ખેડૂત જમીનના માલિક નથી, ખેડૂતો ફક્ત જમીનના કબજેદાર અને ખેડ વાવેતર કરેલ ઉપજના માલીક છે, જમીનના માલિક સરકાર છે ખેડૂતો નથી.

જંત્રી મુજબ સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ફી ભરીને દસ્તાવેજ કરીને ખેડૂતો જમીન વેચાણ કરે છે તે જમીન વેચાણ ગણાય નહીં, પણ વાસ્તવમાં જમીનના કબ્જા હક અને કબજાની જમીનની ઉપજના ભોગવટા હકનું વેચાણ ગણાય છે. કોઇપણ જમીનનો દસ્તાવેજ કરી લેવાથી જમીનના માલિક અથવા કબજેદાર બની શકાતું નથી, ખેડુત દ્વારા ખેડૂતને ખેતીની જમીન વેચાણ આપેલ હોય તેમજ કોઇ પ્રતિબંધ લાગુ પડતાં ના હોય તેવા દસ્તાવેજના આધારે હક પત્રકમાં હક ફેરફારની મંજુરી મળ્યા બાદ તલાટી દ્વારા સર્કલથી સુચના અનુસાર હક નોંધ કરવામાં આવે છે, તે પછી જમીન ના કબ્જેદારોના ૭-૧૨ માં નામ નોંધ થઈ ફેરફાર થાય છે.

ગણોત અધિનિયમ, બારખલી અધિનિયમ, સૌરાષ્ટ્ર જમીન સુધારણા અધિનિયમ હેઠળની ખેડૂત એક સમાન વ્યાખ્યા છે કે ‘ જાતે ખેતી કરે તે ખેડૂત’ અને ‘જાતે ખેતી કરવી- એટલે ખેતીની જમીન ઉપર પોતે અથવા પરીવારના સભ્યોએ જાતે ખેતી કરવી’ અથવા ‘જાતે જમીન ઉપર હાજર રહીને ખેતમજુર દ્વારા ખેતી કરાવવી’ તેને જાતે ખેતી કરે છે, એમ ગણાય છે, તેથી જમીન ઉપર હાજર રહીને જાતે અથવા રૂબરૂ ખેતમજૂરો દ્વારા ખેતી કરવાનો ક્બજો ભોગવટો કરતા નથી, તેવા કોઇપણ ખેડૂત ખાતેદાર નથી.

૧૯૫૦ થી બધા નાગરિકોને સમાન દીવાની હક છે, તો સરકાર ખેતીની જમીનના માલિક છે; તેથી ખેતીની જમીનોમાં દરેક નાગરિકોને ખેડુત બનવાનો સમાન દિવાની અધિકાર છે.

આજે પણ બિન ખાતેદારને ફળ ઝાડ માટે ખેતીની જમીનો આપવામાં આવેલ છે, સંખ્યાબંધ ખેડૂતોની શરત ભંગ હોય ત્યારે ખેતીની જમીનો ખાલસા કરવામાં આવે છે. સર્કલ, મામલતદાર, પ્રાંતના અભિપ્રાયો અહેવાલો, પત્રક ૧૨ મુજબ કલેકટર દ્વારા જમીન ખાલસા કરવાની છેલ્લા હયાત કબજેદારોને નોટીસ કરવામાં આવે છે અને રૂબરૂ બોલાવી સુનાવણી કરીને શરતભંગના કારણો તપાસીને જમીન ખાલસા કરવી અથવા પરત આપવાનો નિર્ણય કરવામાં આવે છે, પરંતુ જમીન ખાલસા કરવા સમયે નોટીસો બજાવવામાં આવતી નથી, પોસ્ટથી રવાના કરવાની જાવક રજીસ્ટરમાં નોંધ કરવામાં આવે છે પણ નોટીસ બજવણી થતી નથી; તેથી ખાલસા થવા સમયે ખેડૂતો સુનાવણીમાં હાજર રહી શકતા નથી. જેના કારણે એકતરફી રીતે જમીન ખાલસા થાય છે. આ ખાલસા થયેલ જમીનોનો સરકારને કોઇ સાર્વજનીક ઉપયોગ ના હોય તો હરરાજી કરીને જમીન બીજા ખેડૂતોને કબ્જા વેચાણથી આપવામાં આવે છે. આ હરરાજી સમયે તે ખાલસા જમીન પરત મેળવવાનો પ્રથમ હક જમીનના છેલ્લા કબજેદારો વારસદારોને રહેલો છે, પરંતુ હરરાજીની જાણ જુના કબ્જેદારોને કરવામાં આવતી નથી. તેથી કોઇપણ પ્રકારે ખાલસા થયેલી જમીન બીજા ખેડૂતને આપવામાં આવે છે અને સરકારી પ્રક્રિયાથી ખાલસા થયેલી અને બીજાને આપેલી જમીન ઉપર અધિકૃત રીતે બીજાનો હક દાખલ થઈ જાય છે, આ જમીનો ખાલસા કરીને બીજા ખેડૂતને આપવાની પ્રક્રિયા એક કૌભાંડ રૂપે ચાલે છે, કારણ કે ખેતીની જમીનોના માલીક સરકાર છે, છતાં બીન ખેતી કરીને કલેકટર તે જમીનના મીટર/વાર પ્રમાણે કમાણીના પૈસા ખેડૂતને મળે તેમ બિનખેતી કરે છે.

સરકારની માલિકીની ખેતીની જમીન બીન ખેતી કરે તો કિંમત ખેડૂતને મળે છે અને ખાલસા કરવા સમયે માલીક ખેડૂત હોય તો કલેકટર જમીન ખાલસા શા માટે કરી શકે ?

આમ ખેતીની જમીનના કાયદાઓના મહેસૂલના દરેક નોકરીયાતો મનઘડત અર્થઘટન કરીને જમીન કૌભાંડ ચલાવતા રહે છે, જે જમીન ખાલસા કરવામાં આવે છે, તે પણ બીન ખેતી ગણવી જોઇએ અને વેચાણના પૈસા કમાવાનો હક ખેડૂતને મળવો જોઇએ, જમીન ખાલસા કરવી, હરરાજી વેચાણ કરવી, બીનખેતી કરવી, આ ખેતીની જમીનોમાં મહેસુલના સતાધીશો બની ગયેલા નોકરીયાતોનુ અધિકૃત પ્રક્રિયાથી ચાલતું કાયમી જમીન કૌભાંડ છે.

લેન્ડ ગ્રેબીગ કાયદા મુજબ ખેતીની જમીનમાં રેકોર્ડની તમામ પ્રક્રિયા સરકારી મહેસુલ નોકરીયાતોની હોય છે, તેથી કોઇપણ જમીન કૌભાંડ, ગેરરીતિઓ, વગેરેમાં મામલતદાર કચેરી, પ્રાંત કચેરીનો મુખ્ય ભુમીકા હોય છે, ખેડૂત જાતે રેકોર્ડ બનાવતા નથી, રેકોર્ડ લખવો, બદલવો, ફેરફાર કરવો, હક રાખવો, બગાડવો, વારસાઇ આપવી, પ્રમોલગેશન કરવું આ બધી ફરજ અને જવાબદારી મામલતદાર અને પ્રાંતની છે; તેથી ખેતીની જમીનના કૌભાંડ કે ગેરરીતિઓના કેસો ચાલે છે, તેમાં ખેડૂતો અને વારસદારો મામલતદાર કોર્ટ, પ્રાંત કોર્ટ તથા કલેકટર કોર્ટમાં વર્ષોથી સુધી પીસાતા રહે છે દિવાની કેસો ચાલતા રહે છે, અદાલતોમાં કેસો ચાલતા રહે છે. આ કૌભાંડ અધિકારીઓ કરે છે અને ખેડૂતો પીડાય છે,

જે ખેડૂતોને જમીનો અંગેની સમસ્યાઓ હોય તેમણે:

(૧) સૌથી પહેલા તલાટી પાસેથી પ્રથમ પ્રમોલગેશનની ગામ નમુના નંબર ૧ હક પત્રકની નકલ મેળવવી તેમાં તેના પિતા દાદા, પરદાદા, ના નામની ખરાઇ કરવી,

(૨) સાથે તે પ્રથમ પ્રમોલગેશનના મુખ્ય મુળ ખેડૂતના તમામ વારસદારો પેઢીનામું તૈયાર કરવું,

(૩) જીલ્લા લેન્ડ રેવન્યુ કચેરીમાંથી હક ચોકસી, ગામ ટીપ્પણ રજીસ્ટરની નકલો મેળવવી,

આ ઉપરોક્ત ત્રણેય દસ્તાવેજી આધારોની વિગતોના આધારે મુળ સાચા કબજેદાર ખેડુતોની માહિતી, નામ, સર્વે નંબર વગેરે મળશે, તેના આધારે ઉતરોતર સાચા ખોટા છે, રેકોર્ડ તલાટી, સર્કલ મામલતદાર, પ્રાંત વગેરે કચેરીમાં નોંધાયેલા હશે તેનો રેકોર્ડ મળી શકશે.

જ્યાં પણ જે સમયે, તારીખે, જેની સહીથી, સાચું કે ખોટું છે થયું હશે; તે મામલતદાર, પ્રાંત, કલેક્ટરની સહીઓ વાળા હુકમો અને તેના નામો પણ મળશે.

જે કોઇ ખેડૂતને મહેસૂલ નોકરીયાતો દ્વારા ગેરરીતીથી અન્યાય થયો હોય, જમીનો ખાલસા થયેલી હોય કે કોઇપણ રીતે જમીનમાં ગેરરીતિઓ થયેલી હોય તે ખેડૂતોએ ઉપર આગળ જણાવ્યા રીતે બધું બરાબર સમજીને મહેસૂલી કાગળો એકત્ર કરીને, તે સમયના જવાબદાર સામે પુરાવાઓ જોડીને વિગતવાર રીતે મહેસૂલ સચિવ, તકેદારી આયોગમાં ફરીયાદ અરજી અચુક દાખલ કરવી જોઇએ,

સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરેક જમીનોના કૌભાંડમાં ગેરરીતીઓ અને ભ્રષ્ટાચારમાં મોટાભાગે તાલુકા અને જીલ્લાના મહેસુલ અધિકારીઓ સંડોવાયેલા હોવાનું પ્રાથમિક રીતે જણાય રહ્યું છે, તલાટીઓ, સર્કલ, મામલતદાર, શીરેસ્તદાર, પ્રાંત, નિવાસી અધિક કલેકટર અને કલેક્ટર, આ બધા રાજ્ય સેવક છે અને જનસેવા માટે કાયદા અનુસાર તટસ્થ પ્રમાણિક ફરજ બજાવવા નિમાયેલા છે. તે ફરજ અને જવાબદારી પુરી કરવા તેમને પગાર ભથ્થા, કચેરીઓ, ગાડીઓ અને કાયદાની સતાઓ આપવામાં આવેલી છે, તેથી કોઇપણ નાગરીકને અન્યાય થતો હોય ત્યારે જે કોઇ અધિકારીએ અનૈતિક રીતે, પક્ષપાત થઈ, સગાવાદથી, રીશ્વત લઇને કોઇપણ ગેરકાનૂની પ્રક્રિયા કરીને જમીનો સંબંધે નાગરીકને અન્યાય કરેલ હોય તો જે જવાબદાર છે. તેના હોદ્દાનો ડર કે ભય રાખ્યા વિના રાજ્યપાલ, તકેદારી આયોગ, મહેસુલ સચિવ, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ને ભ્રષ્ટાચારી કર્મચારીની ગેરરીતીના પુરાવાઓ સાથે અરજી કરીને અચૂક ફરીયાદ અરજી દાખલ કરવી, રજુ.એડી.થી મોકલી,

મહેસુલ અધિકારીઓ મહેસૂલ કર્મચારીઓ દ્વારા વચેટીયાઓ, દલાલો મારફતે રિશ્વતખોરી ચાલતી હોય તો કોના માટે, કેટલી રીશ્વત કોના દ્વારા, કેટલા રૂપિયા, ક્યાં તારીખે, ક્યાં સ્થળે, આપવામાં આવ્યા છે, તેની વિગતો સારી રીતે લખીને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, તકેદારી આયોગ , મહેસૂલ સચિવને અવશ્ય મોકલવી, નાના મોટા પત્રકારો, છાપાઓ, ચેનલોને પણ ગુપ્ત રીતે વિગતો આપી ઉજાગર કરવી.

રાજ્યમાં નોકરી કરતા દરેક અધિકારી પ્રમાણિક ફરજ બજાવવા બંધાયેલા છે, અને કાયદાઓનું પાલન કરવાની તેની જવાબદારી છે; તેથી કોઇપણ અધિકારી ભ્રષ્ટાચાર કરતા હોય, કૌભાંડ કરતા હોય, ખનીજ ચોરીમાં મદદરૂપ બનતા હોય, બીજાના નામે સંપત્તિઓ મિલ્કતો ધરાવતા હોય, તેની જીલ્લા, તાલુકા સાથે અધિકારીના નામ, સોદાની વિગતો સાથે લાંચ રૂશ્વત વિરોધી શાખા, તથા સરકારમાં અવશ્ય વિગતો સાથે જાણ કરો.

અધિકારીઓ સામે પણ કાનુની કાર્યવાહી કરી શકાય છે. મામલતદાર, પ્રાંત અધિકારી, અધિક કલેકટર, કલેકટર, કોઇપણની બેનામી મિલકતો હોય બે નામી મિલ્કતોના ભાગીદારોની વિગતો હોય તો લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અને સમાચાર ચેનલો, અખબારોની કચેરીઓને મોકલવી, નાના મોટા છાપાઓ અને પત્રકારોને માહિતીઓ આપશો તો એવા ભ્રષ્ટાચારી અધિકારીઓથી જનતા જાગૃત થશે અને રાજ્ય સરકાર તપાસ કાર્યવાહી કરીને અધિકારીને નોકરીમાંથી દુર કરી શકશે.

સંદર્ભ: ૨૭ મે વાત્સલ્યમ સમાચાર.

Content Copying Forbidden !!

error: Content is protected !!