સરતાનપર-પાનેલી રસ્તે પોલીસ કાર્યવાહી
વાંકાનેર: તાલુકાના સરતાનપરથી પાનેલી ગામ તરફ જતા રસ્તા ઉપર આવેલ પાવરહાઉસ પાસે રોડ ઉપર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ કરતો હતો, દરમ્યાન એક શખ્સ ખંભામાં એક થેલો ટીંગાડી મોટર સાયકલ લઈને નીકળતા વિદેશી દારૂની બે બોટલો મળી આવતા મોટર સાયકલ સહિત કબ્જે કરેલ છે….

જાણવા મળ્યા મુજબ સરતાનપરથી પાનેલી ગામ તરફ જતા રસ્તા ઉપર આવેલ પાવરહાઉસ પાસે રોડ ઉપર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ કરતો હતો, દરમ્યાન સરતાનપર ગામ તરફથી વિપુલભાઈ બચુભાઈ બલોધરા (ઉ.વ.૩૦) રહે. હાલ રફાળેશ્વર મચ્છોનગર, તા.જી.મોરબી મુળ રહે. નવી જોગડ તા.હળવદ જી.મોરબી વાળો 


ખંભામાં એક થેલો ટીંગાડી મોટર સાયકલ લઈને નીકળતા તેને ઉભો રાખી થેલાને ખોલીને અંદર ચેક કરતા વિદેશી દારૂની બોટલો રોયલ સ્ટગ સુપીરીયર વ્હીસ્કીની બોટલ નંગ-૦૨ કિંમત રૂ.૨૬૦૦ તેમજ હોન્ડા કંપનીનુ રજી નંબર GJ-36-AN-4587 વાળું મોટર સાયકલ કિંમત રૂ.૩૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે અને ગુન્હો પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ), ૧૧૬(બી), ૯૮ મુજબ દાખલ કરેલ છે, કાર્યવાહી વાંકાનેર તાલુકા પો.સ્ટે. ના અનાર્મ પો.કોન્સ. બ્રીજેશભાઈ જૈસગભાઈ બોરીચા દ્વારા કરવામાં આવી હતી…
