વાંકાનેર: તાલુકાના મેસરિયા ગામના બોર્ડ હાઇવે પરથી એક અને પલાંસ ચોકડીએથી એક શખ્સ પાસેથી વિદેશી દારૂની બોટલો પોલીસ ખાતાએ પકડેલ છે….જાણવા મળ્યા મુજબ ચોટીલા તાલુકાના નાળીયેરી ગામ હેઠલી શેરીમાં રહેતા (1) દક્ષીત ઉર્ફે ધમો ગોંવિદભાઈ મકવાણા (ઉ.22) પાસેથી મેસરિયા ગામના બોર્ડ નજીક હાઇવે પરથી
વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો રોયલ બ્લુ મેલ્ટ વ્હીસ્કી નંગ-૦૨ કી.રૂ.૨૦૦/-ની મળી આવતા ગુન્હો પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫એ, ૧૧૬બી મુજબ નોંધાયો છે…
બીજા બનાવમાં પલાંસ ચોકડી પાસેથી પલાંસ રામજી મંદિર પાસે રહેતા સંજય પ્રેમજીભાઈ કૂણપરા વિદેશી દારૂ વોડકાની કાચની બોટલો નંગ-૦3 કી.રૂ.3૦૦/-ની મળી આવતા ગુન્હો પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫એ, ૧૧૬બી મુજબ નોંધાયો છે…